તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
સલાયા પાલિકાની હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ ડાવેરાનું એટેક આવતા મૃત્યુ
દોઢેક વર્ષ પહેલાં લગ્ન થયેલા:આહીર યુવાન હાલ વેકેશન હોય વતન મોરબી પાસેના ખાનપર ગામે ગયેલ ત્યાં સવારે એટેક આવતા તેનું મૃત્યુ

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળિયા તાલુકાના સલાયા ગામે નગરપાલિકા ની હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ત્રણ વર્ષથી ફરજ બજાવતા રાહુલભાઈ ડાવેરા નામના 29 વર્ષના આહિર યુવાનને એટેક આવતા મૃત્યુ નીપજ્યું હતું દોઢેક વર્ષ પહેલાં તેના લગ્ન થયેલા હતા અને આ આહીર યુવાન હાલ વેકેશન હોય તેના વતન મોરબી પાસેના ખાનપર ગામે ગયેલ ત્યાં આજે સવારે એટેક આવતા તેનું મૃત્યુ નીપજતા શિક્ષક સમાજમાં ભારે શોક ની લાગણી છવાય છે તેમના પત્ની પણ જિલ્લા પંચાયત ભુજમાં સરકારી કર્મચારી તરીકે નોકરી કરે છે
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
