તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
કથાકાર રાજુબાપુની જીભ લપસી : કોળી ઠાકોર સમાજમાં ભારે આક્રોશ : પરિણામ ભોગવવા ચિમકી: બાપુએ રડતા રડતા માગી માફી
ગીર સોમનાથના ઉનાના સીમરધામમાં એક કથામાં દરમિયાન કથાકાર રાજુબાપુએ કોળી ઠાકોર સમાજ વિરૂદ્ધ નિવેદન આપ્યું:પ્રેમ લગ્નના ઉદાહરણ આપતા સમાજ અંગે ટિપ્પણી કરી

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સમાજ પ્રત્યે કથાકારો, નેતાઓ અને કલાકારો દ્વારા વાણીવિલાસ કરવાના બનાવો બની રહ્યા છે. ત્યારે ગીર સોમનાથમાંથી ફરી એક વિવાદ સામે આવ્યો છે. જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે. પ્રખ્યાત કથાકારે કોળી ઠાકોર સમાજને લઈને વિવાદાસ્પદ નિવેદન કરતા સમગ્ર ગુજરાતમાં કોળી ઠાકોર સમાજ ઉગ્ર થયો છે.
ગીરસોમનાથના ઉનાના સીમરધામમાં એક કથામાં દરમિયાન કથાકાર રાજુબાપુએ કોળી ઠાકોર સમાજ વિરૂદ્ધ નિવેદ આપ્યું હતું. જેમાં પ્રેમ લગ્નના ઉદાહરણ આપતા સમાજ અંગે ટિપ્પણી કરી હતી. જેને લઈને સમગ્ર કોળી ઠાકોર સમાજ નારાજગી જોવા મળી રહી છે. આ નિવેદનથી વિરોધ થતાં કથાકાર રાજુબાપુએ માંફી પણ માગી હતી, પરંતુ કોળી ઠાકોર સમાજ દ્વારા ગીર સોમનાથથી ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
હાલ કથાકાર રાજુબાપુ દ્વારા માફી માગવા છતાં સોશિયલ મીડિયામાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે. કથાકાર રાજુ બાપુએ કરેલ વાણીવિલાસ મામલે બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. ઠાકોર સમાજ એકતા સમિતિના પ્રમુખ નવઘણ ઠાકોરે સમગ્ર સમાજ સામે માફી માંગવાની વાત કરી નહીંતર પરિણામ ભોગવવાનની ચીમકી પણ આપી હતી.
સાવરકુંડલા નંદીગ્રામ સોસાયટીમાં કથાકાર રાજુ ગીરી બાપુના નિવાસ્થાન કોળી ઠાકોર સમાજના ટોળા એકઠા થયા હતા. આ દરમિયાન, કથાકાર રાજુબાપુએ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગી હતી. કોળી ઠાકોર સમાજે રાજુબાપુ વિરુદ્ધ ઉગ્ર નારેબાજી કરી હતી. આ સાથે જ, કોળી ઠાકોર સમાજે પાંચ વર્ષ કથા ન કરવાની અને સ્ટેજ પર સન્માન નહીં સ્વીકારવાની માગ કરી છે.
આ ઉપરાંત, રાજકોટમાં રાજુબાપુના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાત કોળી ઠાકોર સમાજના પ્રમુખે રાજુબાપુને કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેણે કહ્યું કે, રાજુબાપુ હવે કથા કરી બતાવે…તેમણે બોલેલા શબ્દો મામલે તેમને જવાબ આપવામાં આવશે. આ ઉપરાંત, ઉનામાં કોળી સમાજની બેઠક મળી હતી. બેઠકમાં કોઈ કાળે બાપુ સહિત અન્ય કોઈને પણ માફ ન કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
