News of Tuesday, 21st May 2024
ખંભાતમાં કાલે પૂ.સ્વામી શ્રી નિર્દોષાનંદજી શિવ આશ્રમમાં શ્રી વિશ્વનાથ મહાદેવ શિવાલયનો ૧૯મો પાટોત્સવ-શિખર કળશ-ધ્વજારોહણ-ધર્મસભા

રાજકોટ તા.૨૧: આણંદ જિલ્લાના ખંભાતમા પૂ.સ્વામી શ્રી નિર્દોષાનંદજી શિવ આશ્રમમાં કાલે તા.૨૨ને બુધવારે શ્રી વિશ્વનાથ મહાદેવ શિવાલયના ૧૯મા પાટોત્સવમા - શિખર કળશ- ધ્વજારોહણ - ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું છે.
સ્વામી શ્રી નિર્દોષાનંદ રસ્વતીજી મહારાજ દ્વારા પ્રસ્થાપિત આશ્રમના એક અતિ સાત્વિક, ઉર્જાથી ભરપૂર ખંભાતના તારાપુર રોડ પર આવેલ ‘શિવ આશ્રમ' અનેકો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. વહેલી સવારથી મોડીરાત્ર સુધી શિવપૂજન, ધ્યાન, જપ, સેવા તેમજ આત્મિક ભક્તિનો લાભ પ્રાપ્ત કરે છે.
તા.૨૨-૫-૨૦૦૫નાં રોજ આ આશ્રમની સ્થાપના પૂ. સ્વામીજીના હસ્તે કરવામાં આવી હતી.જેને ૧૯ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્મા છે. ત્યારે તા.૨૨ ને બુધવારે આશ્રમનાં પટાંગણમાં શ્રી વિશ્વનાથ મહાદેવ શિવાલયનો ૧૯મો પાટોત્સવ એવં શિખર ઉપર કળશ સ્થાપન તથા ધ્વજારોહણનો ભવ્ય મહોત્સવ યોજાશે.
આ મહોત્સવમા વહેલી સવારે ૫ કલાકે ભગવાન વિશ્વનાથ મહાદેવની ષોડશોપચારવિધીથી મહાપૂજા, ત્યારબાદ શિવયોગી બાળકો અને શિવભકતો દ્વારા મહામળત્યુંજય યજ્ઞ કરવામાં આવશે. ત્યાર પછી કળશ તેમજ ધ્વજદંડનું પૂજન કરવામાં આવશે. આ પ્રસંગે વાદ્યવળંદ સાથે વાજતે- ગાજતે તારાપુર રોડ પર ધજાની ભવ્ય શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ શિખરનો અભિષેક કરીને તેનાં પર પૂ. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનાં હસ્તે કળશ સ્થાપન કરી ધ્વજા ફરકાવવામાં આવશે.
આ પ્રસંગે વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પૂ. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ શિવભકતોને અમળતવાણીનું રસપાન કરાવશે. ત્યારબાદ દાતાશ્રીઓનુ હનુમાન તથા મહાનુભાવોનાં પ્રાસંગિક વક્તવ્યો થશે.
બપોરનાં ૧૨ કલાકે ભગવાન વિશ્વનાથ મહાદેવની મહાઆરતી તથા થાળ ધરવામાં આવશે. આ પ્રસંગે વિેશેષરૂપે શિવાલયમાં બરફનાં - શ્રી અમરનાથ શિવલિંગનાં દર્શનનો પણ અલભ્ય લાભ પ્રાપ્ત થશે. આ મહોત્સવમાં પધારેલ હજારોની સંખ્યામાં તમામ ધર્મપ્રેમી જનતાને સમૂહ ભોજન-મહાપ્રસાદ કરાવવામાં આવશે.
આ શિવભકત મહોત્સવમા સ્વામી શ્રી નિર્દોષાનંદજી શિવ આશ્રમ,મહાવીર પેટ્રોલ પંપની સામે, ખંભાત-તારાપુર રોડ, મુ. ખંભાત, જી. આણંદ મો.નં. ૯૮૨૫૫ ૯૧૯૩૭
મો.નં ૯૫૭૪૬ ૫૭૦૦૦ , મો.નં. ૮૭૫૮૪ ૮૯૭૮૯ ખાતે પધારવા માટે સવે ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ આપવામાં આવેલ છે. સમગ્ર મહોત્સવનું લાઈવ પ્રસારણ આશ્રમની યુટયુબ ચેનલ ‘ગુરુ સાન્નિધ્ય' પર પ્રસારિત કરવામાં આવશે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
