<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

રાજ્યમાં 2 દિવસ સુધી વોર્મ નાઈટની આગાહી :કેટલાક જિલ્લાઓમાં રાત્રે પણ 40 ડિગ્રીથી વધુ રહેશે તાપમાન:અમદાવાદમાં પાંચ દિવસ રેડ એલર્ટ

પાંચ દિવસ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે ગરમીમાં વધારો જોવા મળશે. હવે વોર્મ નાઈટના કારણે 8 વાગ્યા પછી પણ બહાર ન નીકળવાની સલાહ

અમદાવાદ :ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીને લઈને એલર્ટ અપાયું છે,આજથી અમદાવાદમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે,આ દરમિયાન શહેરનું તાપમાન 45 ડિગ્રીથી વધવાની શક્યતા છે. રાજ્યના અનેક શહેરોમાં રાત્રે પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે.

રાજ્યમાં 2 દિવસ સુધી વોર્મ નાઈટની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા અને ભાવનગરનો સમાવેશ થાય છે. રાજ્યામાં પાંચ દિવસ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે ગરમીમાં વધારો જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારા પોરબંદર, મહેસાણા, જુનાગઢ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી, પાટણ, ગાંધીનગર, રાજકોટ, આણંદ, સુરત, ભાવનગર, વલસાડ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ સાબરકાંઠા અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યમાં રાત્રે પણ દિવસ જેવી ગરમી અનુભવાઈ રહી છે. ગરમીમાં હીટવેવની સ્થિતિમાં બપોરે 1 થી 4 દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે ત્યારે હવે વોર્મ નાઈટના કારણે 8 વાગ્યા પછી પણ બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. રાત્રે પણ બપોરે ફૂંકાતા ગરમ પવનોની અસર દેખાઈ રહી છે.

(2:09 PM IST)