તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૩ બુધવાર
News of Tuesday, 21st May 2024
ગરમીના પ્રકોપના લીધે વડોદરામાં ૨૪ કલાકમાં ૪ના મોતઃ કામ વગર ઘરની બહાર ન નિકળવા સલાહ

અમદાવાદઃ વડોદરા જ નહીં સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જારી છે. તેવામાં વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં ગરમીના લીધે ૪ લોકોના મોત થયા છે. તેથી વડોદરા શહેરમાં ગરમીમાં કામ વગર બહાર ના જવાનું વડોદરા મ્યુ.કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે.
વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં કિશનવાડીમાં રહેતા ૩૫ વર્ષના યુવાન જેનું નામ એમ.આર.કિશન, ૫૬ વર્ષના સરદાર ગુરૂમિતસિંગ, તથા માણેજામાં ૪૦ વર્ષીય રાજુ અને ખોડીયાર નગરમાં ૬૩ વર્ષીય મુકેશનું મોત થયું છે.
ગુજરાતમાં ગરમીના પ્રકોપના લીધે ગભરામણ, ચક્કર આવતા હોય છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કામ હોય તો જ લોકો પોતાના ઘરની બહાર નિકળવાની સલાહ આપવામાં આવી છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
