<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

ડેડીયાપાડા સરકારી હોસ્પિટલની ભૂલે બાળકનો ભોગ લેવાયો...?!! ડેડીયાપાડાના નિધટ ગામના દોઢ વર્ષીય બાળક રમતા રમતા ઝેરી દવા પી લેતા મોત

મૃત બાળકના પિતા તેમના સાસુને બળદે ભેટી મારતા ડેડીયાપાડા સરકારી દવાખાને લાવ્યા, ત્યાં આ બાળક હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પડેલા ડબ્બામાં મૂકેલું પ્રવાહી પાણી સમજી પી ગયો:દાદીની સારવાર માટે પિતા સાથે ગયેલો એકનો એક બાળક મોતને ભેટતાં પરિવાર માં ગમગીની

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિંઘટ ગામમાં રહેતા એક પરિવાર સાથે બનેલી દુઃખદ ઘટનામાં પરિવારે એક નો એક કુળદીપક ગુમાવ્યો હતો
   મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા ખાતે ચાઇનીઝ ની લારી ચલાવતા વિજયભાઇ રમેશભાઇ વસાવા, રહે- નિધટ નિશાળ ફળીયુ નાઓ એ પોલીસને જાણ કર્યા મુજબ તેમનો દોઢ વર્ષનો દીકરો જયકુમાર વિજયભાઇ વસાવા, દેડીયાપાડા સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં રમતા રમતા કોઇ ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર દેડીયાપાડા સરકારી દવાખાનામા કરાવી ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપળા રીફર કરતા ત્યાં ફરજ પરના ડોકટરે આ બાળકને મૃત જાહેર કરતા ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
   જોકે આ દુઃખદ ઘટનામાં પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે જેમાં તેના પિતા વિજયભાઈના જણાવ્યા મુજબ તેમના સાસુને બળદે ભેટી મારતા તેઓની સારવાર માટે ડેડીયાપાડા સરકારી દવાખાને લાવ્યા હતા ત્યારે આ બાળક હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રમતો હતો ત્યાં તેને તરસ લાગતાં કમ્પાઉન્ડમાં પડેલો એક પ્રવાહી ભરેલો ડબ્બો જોઈ ડબ્બામાં ભરેલ પ્રવાહીને પાણી સમજી પી જતા એ કોઈક ઝેરી દવા હશે માટે આ દુઃખદ ઘટન બની હતી.

 અહીંયા સવાલ એ થાય કે સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં આ ઝેરી પ્રવાહી કોણે મૂક્યું..? અને આ પરિવારના એક ના એક બાળકના મોત પાછળ ખુલ્લામાં પ્રવાહી મૂકનાર હોસ્પિટલ નો સ્ટાફ જવાબદાર ગણાશે..? સરકારી હોસ્પિટલમાં આવી ગંભીર ભૂલ કંઈ રીતે થઈ...? પોલીસ હોસ્પિટલના જવાબદારો સામે ગુનો દાખલ કરશે..?

(10:09 PM IST)