તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૩ બુધવાર
News of Tuesday, 21st May 2024
રાજ્યમાં ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ:અમદાવાદ સહિત ઘણા શહેરોમાં રેડ એલર્ટ:જાણો કઈ તારીખે ક્યાં જિલ્લામાં પુષ્કળ ગરમી પડશે
ઘણા શહેરોમાં તાપમાન 44 ડિગ્રી કે તેનાથી વધુ નોંધાયું :કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ

ગુજરાતમાં હવામાન વિભાગે ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ આપ્યું છે, તો એએમસીએ અમદાવાદમાં રેડ એલર્ટની જાહેરાત કરી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તંત્ર દ્વારા ગરમીથી બચવા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.
હવામાન વિભાગે કયા દિવસ માટે કયા જિલ્લામાં પુષ્કળ ગરમી પડવાની આગાહી કરી છે તે જોઈએ.
હવામાન વિભાગની ગરમી આગાહી મુજબ
21-05-2024
હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટમાં, તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, વલસાડ, મહેસાણા, વડોદરા, અમરેલી અને કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેરની સંભાવના વ્યક્ત કરી છે.
22-05-2024
તો બુધવારે સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, વલસાડ, મહેસાણા, વડોદરા, અમરેલી અને કચ્છ જિલ્લામાં ભારે ગરમીની સંભાવના વ્યક્ત કરી છે.
23-05-2024
હવામાન વિભાગે જણાવ્યું છે કે ગરમીની લહેરની આગાહી ગુરૂવારે પણ યથાવત રહેશે, જેમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, વલસાડ, મહેસાણા, વડોદરા, અમરેલી અને કચ્છ જિલ્લામાં ભારે ગરમીની સંભાવના વ્યક્ત કરી છે.
24-05-2024
હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, વલસાડ, મહેસાણા, વડોદરા, અમરેલી અને કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ સહિતના જિલ્લામાં ભારે ગરમ પવનો ફૂંકાઈ શકે છે.
25-05-2024
તો શનિવારે પણ ગરમીથી રાહતના કોઈ સમાચાર નથી, અને સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટમાં, તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, વલસાડ, મહેસાણા, વડોદરા, અમરેલી અને કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેરની સંભાવના વ્યક્ત કરી છે.
સોમવારનું તાપમાન
શહેરમહત્તમલઘુત્તમઅમદાવાદ44.531.2ડીસા43.228.5ગાંધીનગર45.031.0વલ્લભ વિદ્યાનગર44.129.8વડોદરા44.231.8સુરત38.528.6વલસાડ37.622.0દમણ36.027.6ભુજ41.226.4નલિયા36.027.0કંડલા પોર્ટ36.628.1કંડલા એરપોર્ટ42.527.2અમરેલી44.028.2ભાવનગર44.229.0દ્વારકા32.128.0ઓખા35.628.3પોરબંદર38.527.0રાજકોટ43.025.2વેરાવળ33.226.9દીવ35.228.0સુરેન્દ્રનગર44.329.5મહુવા42.430.1કેશોદ41.726.9
હવામાન વિભાગે જણાવ્યું છે કે, લાંબા સમય સુધી સૂર્યના સંપર્કમાં રહેવાથી લૂ સહિતની બીમારીના ભોગ બની શકાય છે. નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ સહિત બીમાર લોકોએ સીધા સૂર્યના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. હવામાન વિભાગે જણાવ્યું છે કે, વધુમાં વધુ પાણી પીવું જોઈએ જેથી ડિહાઈડ્રેશનથી બચી શકાય. આ સિવાય વધુ પરસેવો થાય તો ઓઆરએસ પણ પીવો જોઈએ, સાથે લીંબુ શરબત, ઘરે બનાવેલા પીણા, લસ્સી, ચોખાનું પાણી, છાશ વગેરેનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
