News of Saturday, 25th May 2024
અમદાવાદમાં હિટવેવની અસરને પગલે નવતર પ્રયોગ ટ્રાફિક પોલીસ દ્વારા ચાર રસ્તા પર ગ્રીન શેડ્સ નખાયા
ટ્રાફિક સિગ્નલ પર નેટ લગાવવાથી સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકોને આકરો તાપથી રાહત

અમદાવાદ: ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે, જેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર અને DGPના આદેશથી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના ચાર રસ્તા પર ગ્રીન શેડ્સ નાંખવામાં આવ્યા છે. ટ્રાફિક સિગ્નલ પર નેટ લગાવવાથી લોકોને મોટી રાહત પણ મળી છે. વધુ ટ્રાફિક હોય તેવાં વિસ્તારનો સર્વે કરીને શહેરનાં કાલુપુર, પ્રહલાદનગર, ઈન્દિરા બ્રિજ અને એલિસબ્રિજના સ્વાગત ચાર રસ્તા પર ગ્રીન નેટ લગાવાવમાં આવી છે. જેને લઈને વાહનચાલકો રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે.
શહેરના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં હિટવેવની અસરને પગલે આ પ્રકારનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. વાહનચાલકોને ગ્રીન નેટને કારણે ઘણી રાહત અનુભવાય છે. ગ્રીન નેટથી તાપમાન પણ ઓછું લાગે છે. ગરમીમાં બહાર નીકળવુ પડે છે, એમાંય સિગ્નલ પર ઉભું રહેવું આકરું થઈ જાય છે.
એપ્રિલ મહિનામાં કાળજાળ ગરમી પડવાનુ શરુ થઈ ચુક્યુ છે, જેને કારણે બપોરના સમયે અમદાવાદમાં 12 થી 4 100 જેટલાં નાના મોટા સિગ્નલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સમગ્ર અમદાવાદમાં ટ્રાફિકના નિયમન માટે 305 જેટલા સિગ્નલો મૂકવામાં આવેલા છે. જેમાંથી 285 જેટલા સિગ્નલો કાર્યરત છે.
આ પૈકી 100 સિગ્નલોને ઉનાળા દરમિયાન બપોરના 12 થી 4 વાગ્યાના સમયે બંધ રાખવામાં આવ્યા છે. આવા સિગ્નલ પર બ્લિકનિંગ મુકવામાં આવ્યા હશે. સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકોને આકરો તાપ સહન ન કરવો પડે તેની માટેનો નિર્ણય કારગત સાબિત થયો છે
ગુજરાતમાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે અમદાવાદમાં 45.5 ડિગ્રી, ગાંધીનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 44.8, અમરેલી 43.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી, વડોદરામાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
