News of Saturday, 25th May 2024
કાલથી ગરમીમાં આંશિક ઘટાડો, 41 થી 44 ડીગ્રીની રેન્જ રહેશે
બંગાળની ખાડીની ડિપ્રેશન સિસ્ટમ્સ વાવાઝોડામાં પરીવર્તિત થશે, શરૂઆતમાં પ.બંગાળ, બાંગ્લાદેશ તરફ ગતિ કરશે : છૂટાછવાયા વાદળો વચ્ચે 20 થી 40 કિ.મી.ની ઝડપી પવન ફૂંકાશે, હાલ પ્રવર્તતા તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થશે, હાલમાં 42 થી 43 ડીગ્રી નોર્મલ તાપમાન ગણાય : વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા. 25 થી 31 મે સુધીની આગાહી

રાજકોટ તા. 25 : રાજ્યભરમાં ચામડી દઝાડે તેવો આકરા તાપ, ગરમીથી લોકો ત્રસ્ત થયા છે ત્યારે થોડી રાહત આપે તેવા સમાચાર છે. આવતીકાલથી ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. હાલ પ્રવર્તતા તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થશે. જ્યારે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલ ડિપ્રેશન સિસ્ટમ્સ મજબૂત બની વાવાઝોડામાં પરીવર્તિત થશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
તેઓએ જણાવેલ કે, ગઇકાલે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં ગઇકાલે નોર્મલથી બે થી ચાર ડીગ્રી ઉંચુ તાપમાન નોંધાયેલ. અમદાવાદ અને ગાંધીનગરમાં હીટવેવની કંડીશન જોવા મળેલ. જેમકે અમદાવાદ 45.5 (નોર્મલથી 4 ડીગ્રી ઉંચુ, ગાંધીનગર 45.5 (નોર્મલથી 3 ડીગ્રી ઉંચુ), ડીસા 44 (નોર્મલથી 4 ડીગ્રી ઉંચુ), વડોદરા 44 (નોર્મલથી 4 ડીગ્રી ઉંચુ), સુરેન્દ્રનગર 44 (નોર્મલથી 1.5 ડીગ્રી ઉંચુ), અમરેલી 43.8 (નોર્મલથી 3 ડીગ્રી ઉંચુ), રાજકોટ 42.7 (નોર્મલથી બે ડીગ્રી ઉંચુ) તાપમાન નોંધાયેલ.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તા. 25 થી 31 મે સુધીની આગાહી કરતા જણાવેલ કે, તા. 22 થી 24 મે દરમિયાન મહત્તમ તાપમાન રેન્જ 44 થી 46.9 ડીગ્રી સુધીની હતી. આગાહી સમયમાં મહત્તમ તાપમાન બે થી ત્રણ ડીગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. જે રેન્જ 41 થી 44 ડીગ્રી રહેશે.
પવન મુખ્યત્વે પヘમિી તેમજ દક્ષિણ પヘમિ બાજુથી ફૂંકાશે. પવન વધુ સ્પીડમાં ફૂંકાશે. 20 થી 30 કિ.મી. કલાક અને ઝટકાના પવનો 40 કિ.મી. કલાકના ફૂંકાવાની શક્યતા છે. આવતીકાલ રવિવારથી વધુ દિવસો છૂટા છવાયા વાદળ રહેશે.
જ્યારે બંગાળની ખાડીનું ડિપ્રેશન વધુ મજબૂત થઇ અને 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
