તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 25th May 2024
ગુજરાત( દાહોદ) ની દીકરીનું અપહરણ કરી દેહ વિક્રય ધંધામાં ધકેલાયેલ : પોલિસે ઉતર પ્રદેશથી છોડાવી
માનવ તસ્કરીના ગુજરાતભરમાં વાયરલ કિસ્સા અંગે લોકો જે જાણવા માગે છે, તેની આખી કથા દાહોદ એસપી ડો. રાજદીપસિંહ ઝાલા અકિલા સમક્ષ વર્ણવે છે. : રેન્જ વડા રાજેન્દ્ર અસારી, એસપી દાહોદ અને વિભાગીય વડા ડી.આર પટેલ ટીમ દોઢ વર્ષ સુધી સતત ઝઝૂમી હતી

રાજકોટ તા .ગુજરાત (દાહોદ) પંથકની દીકરીનું અપહરણ કરી તેને દેહ વિક્રય ધંધામાં ધકેલવાનાં કાર્ય સાથે ઉત્તરપ્રદેશનાં વારણાસી સુધી પોહચી દોઢ વર્ષની સખત મહેનત બાદ કેવી રીતે ઝડપી તેની ખૂબ વાયરલ કિસ્સાની માનવ તસ્કરીની ઘટના અંગે દાહોદ જિલ્લા પોલીસ વડા ડો.. રાજદીપસિંહ ઝાલા આખી વાત પર અકિલા સમક્ષ ફોડ પાડ્યો હતો.
ગઇ તા.22/12/2022 રોજ ચાકલીયા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન.118210 51220246/2022 ઇ.પી.કો. કલમ 363,366 મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો.જે ગુન્હાની તપાસ સર્કલ પો.ઇન્સ.શ્રી એચ.સી.રાઠવા નાઓ કરી રહેલ હતા. અને સદર ગુન્હાની ભોગ બનનારને ચાકલીયા ટીંબી ફળિયાનાં આરોપી લીલેશભાઈ રસુભાઈ ચરપોટ રહે.ચાકલીયા ટીંબી ફળિયા તા.ઝાલોદ જિ.દાહોદનો તેનાં ઘરેથી મોટર સાયકલ ઉપર બેસાડી અપહરણ કરી લીમખેડા ખાતે લઇ ગયેલ હતો. અને ત્યાંથી સુરત જતી એસ.ટી.બસમાં ભોગ બનનારને બેસાડી દીધેલ હતી. ત્યાર બાદ ભોગ બનનારની તેનાં વાલીવારસોએ તપાસ કરતા મળી ન આવતા ઉપરોકત ગુન્હા નંબરથી ફરિયાદ નોંધેલ હતી.
જે ગુન્હાની ગંભીરતા સમજી મે.પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી , પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જીલ્લાના મે.પોલીસ અધિક્ષક ડો.રાજદિપસિંહ ઝાલા તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલ ઝાલોદ ડીવીઝન સાહેબનાઓએ અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે
જે અન્વયે અલગ અલગ ટીમો બનાવી ભોગ બનનારની સુરત તથા મુંબઇ તેમજ અલગ અલગ શહેરોમાં ભોગ બનનારની શોધખોળ કરતા ભોગ બનનાર મળી આવેલ ન હતી. અને ભોગ બનનારની તપાસ ચાલુ હતી તે દરમ્યાન ભોગ બનનાર દીકરી તેની ફોઇનાં ઘરે આવેલ હોવાની પોલીસને જાણ થતા તેને તાત્કાલિક પોલીસ સ્ટેશને લાવી દાહોદ બાળ કલ્યાણ સમીતીનાં સપોર્ટ પર્સનની હાજરીમાં પુછપરછ કરતા ભોગ બનનારે જણાવેલ કે,તેને ગઈ તા.03/12/2022 નાં રોજ આરોપી લીલેશભાઇ રસુભાઈ ચરપોટ રહે.ચાકલીયા ટીંબી ફળિયા તા.ઝાલોદ જિ.દાહોદનો તેનાં ઘરેથી તેની પત્ની તરીકે રાખવા સારૂ મોટર સાયકલ ઉપર બેસાડી લીમખેડા લઇ ગયેલ અને ત્યાંથી સુરત જતી બસમાં બેસાડી તુ સુરત જા હુ પાછળથી આવુ છુ તેમ કરી સુરત ગયેલ નહી જેથી ભોગ બનનાર સુરત બસ સ્ટેશન ઉતરેલ અને આ લીલેશભાઈ રસુભાઈ ચરપોટનો ગયેલ નહી જેથી ભોગ બનનારને સુરત બસ સ્ટેશનમાં એકલી જોઇ રાહુલ નામના ઇસમે તેને પટાવી ફોસલાવી બસ સ્ટેશનથી નજીકની હોટલમાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ કરી તેને બસ સ્ટેશન ખાતે મુકી જતો રહે છે.ભોગ બનનાર બસ સ્ટેશન બેઠેલ હોય તે દરમ્યાન પુજા ઉર્ફે સારીયા નામનીસ્ત્રી તથા આનંદસિંહ નામનો પુરૂષ તેની પાસે આવી તેને પટાવી ફોસલાવી તેનાં ઘરે લઇ જઇ પાંચ દિવસ રાખે છે. ત્યાર બાદ બંન્ને જણા ભોગ બનનારને સુરતથી ટ્રેન મારફતે વારાણસી (બનારસ) ઉતર-દેશ લઇ જાય છે અને ત્યા ભોગબનનાર પાસે સાતેક માસ સુધી દેહ વ્યાપારની પ્રવળતી કરાવેલ ત્યારબાદ ભોગબનનારને અન્ય આરોપી વિરેન્દ્રસીંહ યાદવને સોપી દે છે.જયાં વિરેન્દ્રસીંહ યાદવ ભોગ બનનારનું શારીરિક શોષણ કરે છે અને તેની ઓળખીતી આકાંક્ષા ઉર્ફે શબનમબાનુ નવાબઅલી અલીહુસેન પઠાણ પાસે દેહવ્યાપારની પ્રવળતી કરાવવા સારૂ મુકી આવે છે અને ત્યા ભોગ બનનારને છેલ્લા દશેક મહિનાથી તેની પાસે દેહ વ્યાપારની પ્રવળતિ કરાવેલાની હકીકત જણાઈ આવેલ.જેના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડ દાહોદની ટીમ ધ્વારા ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓને વારાણસી (બનારસ) ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડવામા આવેલ છે.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
