તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Saturday, 25th May 2024
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજકોટ પહોંચશે :ગાંધીનગરથી મોટર માર્ગે રવાના:ભુપેન્દ્રભાઈ પટેલ પણ આવે તેવી સંભાવના
મોડી રાત્રે રાજકોટમાં ઉચ્ચપોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્ર સાથે યોંજશે બેઠક

રાજકોટમાં આજે વધુ એક આગની ઘટના બની છે. મળતી માહિતી મુજબ, રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં 22થી વધુના મૃત્યુ થયા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મૃતકોને રૂ.4 લાખ તથા ઇજાગ્રસ્તોને રૂ.50 હજાર સહાયની જાહેરાત કરાઈ છે.
આ ઉપરાંત ઘટનાની તપાસ માટે SIT ની પણ રચના કરાઈ છે.
દરમિયાન જાણવા મળ્યું છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટ જવા રવાના થઇ રહ્યા છે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ રાજકોટ આવે તેવી સંભાવના છે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
