News of Sunday, 26th May 2024
ગરમીમાં રક્ષણ : રાજપીપળા એસટી ડેપોના સ્ટાફને આરોગ્ય વિભાગ દ્વારા ORSનું વિતરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:હાલમાં સમગ્ર ગુજરાત માં કાળજાળ ગરમી પડી રહી છે જેમાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં પણ ગરમીનો પારો હદપાર નોંધાયો છે માટે પાણી, છાસ વિતરણ પણ કેટલાક સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને હાલમાં રાજપીપળા એસટી ડેપો માં ફરજ બજાવતા ડ્રાઈવર, કન્ડક્ટર સહિતના સ્ટાફને નર્મદા આરોગ્ય વિભાગ દ્વારા ગરમીમાં રક્ષણ મળે એ માટે ORS ના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
કાળજાળ ગરમીમાં ગુજરાતની મુસાફર જનતાને પરિવહન સુવિધા પૂરી પાડતા ગુજરાત એસ.ટી. વિભાગના ડ્રાઈવર, કન્ડક્ટર અને કર્મચારીઓને હિટવેવથી બચાવ થાય તે હેતુથી જિલ્લા આરોગ્ય વિભાગ નર્મદા ના સહકાર થકી રાજપીપળા એસ.ટી. ડેપો માં ફરજ બજાવતા કર્મચારીઓમાં રાજપીપળા એસટી ડેપોના મેનેજર કે.એચ. નાય ના સહકારથી ORS ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
