તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Sunday, 26th May 2024
દેડીયાપાડાના કુમખાડી ગામની સીમમાં ખેતર બાબતે બોલાચાલી થતા પતિએ પત્નીને માર માર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુમખાડી ગામની સીમમાં ખેતર બાબતે પતિ પત્ની વચ્ચે થયેલી બોલાચાલીમાં પતિએ પત્નીને પથ્થર મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ગુનો દાખલ થયો છે
મળતી માહિતી અનુસાર સવિતાબેન રામજીભાઇ વસાવા( રહે.જરગામ નવીનગરી, તા. દેડીયાપાડા.જી.નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના પતિ કે જેઓ થી સવિતા બેન અલગ રહે છે એ રામજીભાઇ પોહનાભાઇ વસાવા( રહે.જરગામ નવીનગરી તા.દેડીયાપાડા જી.નર્મદા નાએ મોજે- કુમખાડી ગામની સીમમાં આવેલ ખેતરમાં જઈ પત્નીને કહેતા હતા કે,આ મારૂ ખેતર છે, તમે મારા ખેતરમાં કેમ કામ કરવા આવો છો, મારા તમારે ખેતરમાં આવવાનુ નહી, આજ પછી તમો મારા ખેતરમાં આવશો તો જાનથી મારી નાખીશ, તેમ કહી ગમેતેમ ગાળો બોલી ખેતરના છેડા ઉપરથી છુટો પથ્થર ઉઠાવી પત્ની ને માથામાં પથ્થર મારી લોહી નીકળતા તેમને દેડીયાપાડા સરકારી દવાખાનામાં સારવાર લેતા ફરીયાદીને માથામાં ત્રણ ટાંકા આવેલ જેથી પતિ એ પત્ની ને ઇજાઓ પહોંચાડી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે પતિ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
