News of Monday, 27th May 2024
રાજકોટની ઘટનાનો પડઘોઃ હવે અમદાવાદની શાળાઓમાં પણ થશે સરપ્રાઈઝ ચેકીંગ
ફાયર સેફટીના સાધનો છે કે નહી તેની પુરતી માહિતી આપવી પડશે

અમદાવાદઃ અમદાવાદ શહેર અને ગામડાની શિક્ષણ વિભાગ દ્વારા દરેક સ્ુકલમાં ફાયર સેડટીની તપાસ કરવામાં આવશે. અને જે સ્કુલમાં ફાયર સેફટી કે અન્ય સુવિધાઓ નહી હોય તો તે સ્કુલો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટમાં બનેલી ઘટનાને પગલે અમદાવાદમાં ઠેર ઠેર જયાં ગેમિંગ ઝોનમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. હવે સ્કુલોનો વારો આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા હવે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. દરેક સ્કુલોને નોટીસ આપવામાં આવી છે કે તમારી સ્કુલોમાં ફાયર સેફટી છે કે નહીં અને તમારી સ્કુલોમાં એનઓસી છે કે નહીં. તેનો રીપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે. અત્યારે ઉનાળાનું વેકેશન હોવાથી સ્કુલો બંધ છે. તેથી જે સ્કુલો પાસે આવી પરમિશન ના હોય કે સાધનો ના હોય તો તેમને તાત્કાલિક વસાવાનું કહેવામાં આવ્યું છે. અને શિક્ષણ વિભાગ દ્વારા તેમને ફાયર સેફટી દ્વારા તેમને એક ટ્રેનિંગ આપવામાં આવશે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
