<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગુજરાતમાં બે વર્ષમાં જળ ક્ષેત્રે ૩૩ હજારથી વધુ કામો પૂર્ણઃ ૩૨,૯૪૮ લાખ ધનફૂટ પાણી સંગ્રહ શક્‍તિમાં વધારો : જળ સંગ્રહ માટે ‘સુજલામ સુફલામ'ની અહમ ભૂમિકા છેલ્લા બે વર્ષમાં ૯,૩૮૧ કિ.મી.માં નેહરોની સાફ સફાઈ, ૯,૪૮૦ તળાવોને ઊંડા, ૭,૭૭૫ ચેકડેમ ડીસીલ્‍ટીંગના કામો તેમજ ૧,૯૧૪ ચેકડેમ રિપેરિંગના કામો પૂર્ણઃ આ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૪માં કુલ ૭.૪૯ લાખ માનવદિનની રોજગારી ઉત્‍પન્ન : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના માર્ગદર્શનમાં રાજ્‍ય સરકાર દ્વારા અભિયાનને મહાઅભિયાન બનાવાયું4:25 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નગરો-શહેરોના નાગરિકોને સુવિધા-સુખાકારી વૃદ્ધિનો નવતર અભિગમ:એક જ દિવસમાં રૂ. ૬૦૫.૪૮ કરોડ વિવિધ વિકાસ કામો માટે ફાળવ્યા : લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, સોનગઢ, વલસાડ, સાણંદ, હળવદ, ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા નગરપાલિકાઓ, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને વિવિધ વિકાસ કામોની ભેટ મળી:૨૫ નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા ૪૦ કરોડ રૂપિયા ફાળવાશે: ૨૨ નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન અને સ્માર્ટ ગ્રંથાલય બનાવવા રૂપિયા ૩૩ કરોડની ફાળવણી8:30 PM IST

વિરાણી હાઇસ્‍કૂલના ટ્રસ્‍ટીઓને લપડાકઃ જમીનનો કોઇ ભાગ ભાડે નહિ આપી શકાય-વેચી નહિં શકાયઃ નફો મેળવી શકાશે નહિ : સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારનો ૧૮ પાનાનો વિરાણી હાઇસ્‍કૂલ ટ્રસ્‍ટ અને ટ્રસ્‍ટીઓ વિરૂધ્‍ધ મહત્‍વનો ચૂકાદો... : જમીન ર૬પ૦/૪, ર૬પ૦/પ, તથા ર૬પ૦/૬નો સતા પ્રકાર ‘‘જી'' કાયમ રાખવા તથા જમીન ર૬પ૦/૧, ર૬પ૦/ર, ર૬પ૦/૩નો સતા પ્રકાર ‘‘કે-પ'' આપવા આદેશો... : વર્ષોથી લડત ચલાવી રહેલ કાયદે આઝમ અને વિરાણીના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી પરષોતમભાઇ પીપળીયાએ ચૂકાદાને વધાવ્‍યો સત્‍યનો વિજય હોવાનું જણાવ્‍યું હુકમથી નારાજ પક્ષકારને દિવસ ૬૦માં કલેકટર સમક્ષ રીવીઝન અરજી રજૂ કરવા અંગે મંજુરી અપાઇ... : સીટી સર્વે નં. ર૬પ૦ ની જમીનમાં કોઇપણ સક્ષમ અધિકારીની મંજૂરી સિવાય વિભાગીય હિસ્‍સા માપણી કરીને અલગ અલગ કાર્ડ ઇસ્‍યુ કરાયા હોવાનું જણાતા તે ગેરકાયદેસર હોય નોંધણી રદ્દ કરવા સીટી સર્વે કચેરીને દરખાસ્‍ત2:59 PM IST

સદરના વસીમે જ્‍યુબીલી બાગમાં બેઠેલા વ્‍યંઢળની સામે જોતાં બબાલ શરૂ થઇ અને ૩ ગુના નોંધાયા : વસીમ મિત્રને મુકી મોચી બજારથી ઘરે જવા નીકળ્‍યો ત્‍યારે બગીચામાં લટાર મારવા ગયો, સામુ જોવા મામલે બોલાચાલી થતાં નીકળી ગયો અને રિક્ષામાં ત્રણ મિત્રોને લઇ ફરી બગીચે જઇ વ્‍યંઢળો પર હુમલો કર્યોઃ તેની રિક્ષામાં તોડફોડઃ પોલીસ સ્‍ટેશને વ્‍યંઢળોએ દેકારો મચાવી આરોપીને કેમ પકડતા નથી કહી બહાર જઇ રસ્‍તો બ્‍લોક કરી ફરજમાં રૂકાવટ કરીઃ વસીમ, મીરાદે અને કોન્‍સ. મેહુલ રાઠોડની ફરિયાદ પરથી ત્રણ એફઆઇઆર દાખલ થઇ વસીમે કહ્યું-કિન્‍નરમાસીએ મને રોકી તું કેમ અમારી ગામમાં વાતો કરે છે? કહી ડખ્‍ખો કરતાં હું મિત્રોને લઇ વાત કરવા જતાં હુમલો કરાયો હતો3:59 PM IST