<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

એમેઝોને સામુદાયિક જોડાણના પ્રયાસો દ્વારા ૭.૮ મિલિયન લોકોના જીવન પર અસર ઊભી કરી

અમદાવાદ : એમેઝોન અનેક પ્રભાવશાળી પહેલ દ્વારા સમુદાયોને સશકત બનાવવામાં નોંધપાત્ર રીતે આગળ વધવાનું ચાલું રાખે છે. એમેઝોને દેશભરમાં ૭.૮ મિલિયનથી વધુ લોકોના જીવન પર હકારાત્મક અસર કરી છે. પોતાના વિશાળ સંસાધનો અને નવીન ક્ષમતાઓનો લાભ લઈનેએમેઝોન વંચિત લોકોને જરૂરી શિક્ષણ અને કૌશલ્યની તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એમેઝોન ફયુચર અન્જિનિયર જેવા પ્રોગ્રામ્સનો હેતુ કમ્પ્યૂટર સાયન્સ શિક્ષણમાં અંતરને દૂર કરવાનો છે, જે વિવિધ બેકગ્રાઉન્ડ ધરાવતા યુવા વિદ્યાર્થિઓને તેમની ભાવિ કારકિર્દી માટે નિર્ણાયક કૌશલ્યો મેળવવાની તક આપે છે. આ શૈક્ષણિક પ્રયાસો ગુણવત્તાયુકત શિક્ષણની પહોંચ માટે નાણાકીય અવરોધો પડકારરૂપ ન બને તે સુનિશ્ચિત કરવા માટે રચાયેલ અસંખ્ય સ્કોલરશિપ પ્રોગ્રામ્સ દ્વારા પૂરક છે. આ ઉપરાંત એમેઝોને જાહેર કર્યુ છે કે તેણે શોલ્ટર અને હાઈજિન કીટનો સમાવેશ ધરાવતા તેના ડિઝાસ્ટર રીલિફ મટિરિયલની પ્રિ–પોઝિશનિંગ શરૂ કરી દીધી છે, જેથી કંપની ૭૨ કલાકથી ઓછા સમયમાં જરૂરિયાત ધરાવતા સમુદાયો સુધી પહોંચી શકે અને રાહત સામગ્રી પૂરી પાડી શકે. આ પરિવર્તન હાંસલ કરવા માટેએમેઝોન રીલિફ મટિરિયલને ઝડપથી અને અસરકારક રીતે સમગ્ર દેશમાં ખસેડવા માટે તેના લોજિસ્ટિકસ નેટવર્કનો ઉપયોગ કરશે.

(5:21 PM IST)