<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

વડોદરામા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બેકાબૂ પીકઅપ વાન પલટી જતાં ૪ નાં મોત : અનેક લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયા

પીકઅપ વાહનના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા પીકઅપ વાન રસ્તા પરથી ઉતરી ખેતરમાં ખાબકી

વડોદરા તા.૨૯ : શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બેકાબૂ પીકઅપ વાન પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગંભીર અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી મળી રહી છે.

વડોદરા: શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે બેકાબૂ પીકપ વાન પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગંભીર અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી મળી રહી છે. પીકઅપ વાહનચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ ગોઝારો અકસ્માત સર્જાયો છે.

જાહેરાત

મળતી માહિતી અનુસાર, પીકઅપ વાહનના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા પીકઅપ વાન રસ્તા પરથી ઉતરી ખેતરમાં ખાબકી હતી.

આ ગંભીર અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીજ્યાં છે. જ્યારે આ અકસ્માતના અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે.

ફાયર વિભાગ અને સ્થાનિક લોકોએ લોકોને બચાવવાની કામગીરી આરંભી છે. આ અકસ્માકમાં 12 જેટલા લોકો સવાર હતા.

જાહેરાત

આ અકસ્માતમાં હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે.

(5:01 PM IST)