તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૩ બુધવાર
News of Wednesday, 29th May 2024
મોટી કુંડળમાં કુહાડીના ઘા ઝીંકી ધડથી માથું અલગ કરી નાખ્યું
બે ભાગિયા વચ્ચે હિસાબ બાબતે માથાકૂટ થઇઃભાગિયાની ધારીયાનો ઘા ઝીંકી ગાળું કાપી હત્યા કરી ફરાર થઈ જતા ગઢડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

બોટાદ,તા.૨૯
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામની સીમમાં આવેલી વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા બે ભાગીયાને ઉપાડ કરેલી રકમના હિસાબ અંગે માથાકૂટ થતા ઉશ્કેરાયેલા શબ્સે તેની સાથે કામ કરતા ભાગિયાની ધારીયાનો ઘા ઝીંકી ગાળું કાપી હત્યા કરી ફરાર થઈ જતા ગઢડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મુજબ ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા રાજુભાઈ પરસોત્તમભાઈ વનાળીયાએ તેમની સંયુક્ત માલિકીની જમીન ઉપરાંત ગામમાં રહેતા સુરેશભાઈ માધાભાઈ ભુવાની ૪ે૦ વીઘા ખેતીની જમીન તેમજ નીતિનભાઈ બાબુભાઈ ભુવાની ૬૦ વીઘા ખેતીની જમીન ત્રીજા ભાગે વાવવા માટે રાખી હતી. આ વાડીમાં ભાગિયા તરીકે સુરેશભાઈ ગો૨ધનભાઈ ભીલ ( રહે. સારંગપુર, તા સંખેડા, જિ. છોટાઉદેપુર ) ને રાખ્યો હતો. તેમજ સુરેશભાઈ હસ્તક આઠ દિવસ પહેલા તેના જ ગામના મગનભાઈ ઉધવાભાઈ ભીલ, ભાઇલાલભાઈ જીવણભાઈ ભીલ અને કિરીટભાઈ સાણાભાઈ ભીલને સંયુક્ત રીતે ૩૦ ટકા મજૂરી ભાગે સુરેશભાઈ માધાભાઈ ભુવાની જમીન વાવવા આપી હતી. આજથી ૨૦ દિવસ પહેલા રાજુભાઈ વનાળીયાએ તેમના ભાગિયા સુરેશભાઈ ગોરધનભાઈ હસ્તક બીજી વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા ભાઈલાલ જીવણભાઈ ભીલને રૃ.૧૦,૦૦૦/- ઉપાડ પેટે આપેલા હતા. ગઈકાલે રાત્રિના સમયે ભાઈલાલ અને મગનભાઈ વચ્ચે ઉપાડ પેટે આપેલા પૈસા બાબતે માથાકૂટ થતાં બંનેએ રાજુભાઈ વનાળિયાને ફોન કરીને વાડીએ બોલાવ્યા હતા. રાજુભાઈ વનાળીયા વાડીએ પહોંચે તે પહેલા ઉશ્કેરાયેલા ભાઈલાલ જીવણભાઈ ભીલે મગનભાઈ ઉધવાભાઈ ભીલના ગળાના ભાગે ધારિયાનો ઘા ઝીંકી ગળું કાપી નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
રાજુભાઈ વનાળીયા વાડીએ પહોંચ્યા ત્યારે ખાટલા ઉપર મગનભાઈનું ધડ પડ્યું હતું .બનાવની જાણ થતાં દોડી ગયેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
