તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 29th May 2024
નાની બેબાર નજીક પાણીની વિશાળ પાઈપોમાં આગ લાગી
આગ લાગવાની ઘટના બે દિવસમાં બીજી ઘટના સામે આવીઃસુકા લાકડામાં આગ લાગી હોય એમ જ લોખંડની પાઈપો ભડકે બળવા લાગેલી જોઈને સ્થાનિકોને પણ આશ્ચર્ય સર્જાયું હતુ

સાબરકાંઠા,તા.૨૯
નર્મદાના પાણીની પાઈપમાં આગ લાગવાની ઘટના બે દિવસમાં બીજી ઘટના સામે આવી છે. માલપુર નજીક એક ઘટના રવિવારે નોંધાયા બાદ હવે હિંમતનગરના નાની બેબાર નજીક રાખેલી પાણીની વિશાળ પાઈપોમાં આગ લાગી હોવાની ઘટના સર્જાઈ હતી. સૂકા લાકડામાં આગ લાગી હોય એમ પાઈપો ભડકે બળવા લાગતા લોકોને આશ્ચર્ય સર્જાયું હતુ.
નર્મદાના પાણીની પાઈપમાં આગ લાગવાની ઘટના બે દિવસમાં બીજી ઘટના સામે આવી છે. માલપુર નજીક એક ઘટના રવિવારે નોંધાયા બાદ હવે હિંમતનગરના નાની બેબાર નજીક રાખેલી પાણીની વિશાળ પાઈપોમાં આગ લાગી હોવાની ઘટના સર્જાઈ હતી. પાણીની લોખંડની વિશાળ પાઈપોમાં આગ લાગવાની ઘટનાએ અનેક સવાલો પણ સર્જી દીધા છે. સુકા લાકડામાં આગ લાગી હોય એમ જ લોખંડની પાઈપો ભડકે બળવા લાગેલી જોઈને સ્થાનિકોને પણ આશ્ચર્ય સર્જાયું હતુ.
લોખંડની પાઈપોમાં વળી આગ કેમ અને કેવી રીતે લાગે એ સવાલ થઈ રહ્યા છે. પહેલા માલપુર અને હવે હિંમતનગરમાં આગની ઘટનાએ સવાલ સર્જ્યા છે. મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરીના આક્ષેપો વચ્ચે પાણીની પાઈપ લાઈન નાંખવાના માટે મૂકવામાં આવેલી પાઈપોમાં આગ લાગી છે. ઘટનાને પગલે સ્થાનિકોએ આગને બુઝાવવા પ્રયાસ કર્યા બાદ હિંમતનગરની ફાયર ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને પાઈપોમાં લાગેલી આગને બુઝાવી હતી.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
