<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

પાલનપુર : પાંચ વર્ષનું બાળક રમતા રમતા કારમાં લોક થયું : શ્વવાસ રૂંધાતા મોત

માતા-પિતા માટે ફરી ચેતવણી રૂપ કિસ્‍સો

 અમદાવાદ,તા.૩૦ : રાજ્‍યના પાલનપુરમાંથી દુખદ અહેવાલ સામે આવ્‍યા છે. પાલનપુરના ગણેશપુરામાં ૫ વર્ષના બાળકનું બંધ ગાડીમાં શ્વાસ રૂંધાતા મોત નીપજ્‍યું છે. મળતા અહેવાલ પ્રમાણે  ૨ કલાકથી વધુ સમય બાળક બંધ ગાડીમાં રહેતા તેનું શ્વાસ રૂંધાયો હતો.

  પાંચ વર્ષનો નિક્ષીક દવે ઘરની બહાર રમતો-રમતો ડેરી પાસે બે વર્ષથી પડેલ અવાવરું કારમાં બેસી ગયો હતો. બાળકે કારને રમતા રમતા અંદરથી લોક કરી દીધી હતી. બાળકે ઘણો પ્રયાસ કરતા પણ કારનો દરવાજો ખુલ્‍યો નહતો. જ્‍યારે બાળક કોઈ જગ્‍યાએ ના દેખાતા માતા સહિત આસપાસના લોકોએ તેની શોધખોળ આદરી હતી. શોધખોળ કરતાં બાળક મળતહાલતમાં કારમાંથી મળી આવ્‍યો હતો. બાળકના મોતથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી.

(9:43 PM IST)