<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

૩ લોકોના પરિવારને ટેકનિકલ કારણોસર સહાય ચૂકવવાની બાકી

રાજકોટ અગ્નિકાંડ માં ૨૪ મૃતકોના પરિવાજનોને ૯૩ લાખ રૃપિયાની સહાયની રકમ ચૂકવી દેવામાં આવીઃરાજકોટ અગ્નિકાંડ માં ૨૪ મૃતકોના પરિવાજનોને ૯૩ લાખ રૃપિયાની સહાયની રકમ ચૂકવી દેવામાં આવી

ગાંધીનગર, તા.૩૦

રાજકોટના TRP અગ્નિકાંડમાં ૨૮ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં તમામ અધિકારીની પૂછપરછ કરતાં બે દિવસ કરતાં વધુ સમય લાગી શકે છે. પોલીસ ભવન ખાતે આજથી પૂછપરછનો દોર શરૃ કરવામાં આવ્યો છે. રાજકોટ ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર પોલીસ ભવન પહોંચ્યા છે. આઈએએસ, ૩ આઈપીએસની ડીજીપી તબક્કાવાર પૂછપરછ કરશે. તત્કાલિન તમામ ટોચના અધિકારીઓને પણ પોલીસે તેડું મોકલ્યું છે. આજે SIT ૮ આઇપીએસ અને આઇએએસની પૂછપરછ કરશે. અત્યારસુધીમાં ૨૭ મૃતદેહના અંતિમસંસ્કાર થઈ ચૂક્યા છે. જ્યારે આ બનાવમાં ૬ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે એક પોલીસ પકડથી દૂર છે. તેમજ એકનું આ આગમાં મોત થયું હતું. અગ્નિકાંડમાં એક પણ વ્યક્તિ ગુમ ન હોવાનો સરકારે દાવો કર્યો છે. કોઈ ગુમ થયાની ફરિયાદ ન હોવાનો દાવો કર્યો છે. ૨૭ મૃતદેહની ઓળખ કરી પરિવારને સોંપાયા છે. ૩ વ્યક્તિ ગુમ થવાની ફરિયાદ કરનાર સામે ગુનો નોંધાયો છે. ફરિયાદ ખોટી હોવાને કારણે હિતેશ પંડ્યા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અલગ અલગ મળેલા અવશેષોના DNA પણ મેચ થયા છે. હાથ-પગના અવશેષોના પણ DNA મેચ થયા છે.

રાઘવજી પટેલે રાજકોટમાં કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કલેક્ટર, પોલીસ કમિશનર, સિવિલ સુપરિટેન્ડેન્ટ, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જે જે કામગીરી કરવામાં આવી છે તેમની માહિતી મેળવી હતી. સમગ્ર ઘટનામાં ૨૭ લોકોના મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે. ઘટના બાદ હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટનાનો તાગ મેળવ્યો હતો. ૨૪ મૃતકોના પરિવાજનોને ૯૩ લાખ રૃપિયાની સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે. ૩ લોકોના પરિવારને ટેકનિકલ કારણોસર સહાય ચૂકવવાની બાકી છે.

આ ૨૭ હતભાગીના DNA મેચ થયા, નામની યાદી

૧. જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉં.વ.૩૪)

૨. સ્મિત મનીષભાઈ વાળા (ઉં.વ.૨૨)

૩. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉં.વ.૨૧)

૪. સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉં.વ.૩૦)

૫. આશાબેન ચંદુભાઈ કાથડ (ઉં.વ.૧૯)

૬. હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉં.વ.૨૦)

૭. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉં.વ.૩૬)

૮. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉં.વ.૨૪)

૯. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉં.વ.૨૨)

૧૦. નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉં.વ.૧૯)

૧૧. જયંત અનિલભાઈ ઘોરેચા (ઉં.વ.૪૫)

૧૨. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.૧૨)

૧૩. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉં.વ.૪૦)

૧૪. દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.૧૨)

૧૫. રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉં.વ.૧૫)

૧૬. નિરવ રસીકભાઈ વેકરીયા (ઉં.વ.૨૦)

૧૭. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉં.વ.૨૫)

૧૮. વિવેક અશોકભાઈ દુસારા (ઉં.વ.૨૮)

૧૯. ટીશા અશોકભાઈ મોડાસિયા (ઉં.વ.૨૪)

૨૦. કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉં.વ.૨૨)

૨૧. ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉં.વ.૨૮)

૨૨. ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉં.વ.૨૪)

૨૩. હરિતા રતિભાઈ સાવલિયા (ઉં.વ.૨૫)

૨૪. મિતેશ બાબુભાઈ જાદવ (ઉં.વ.૩૦)

૨૫. પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉં.વ.૪૫)

૨૬. મોનુ કેશવ ગૌંડ (ઉં.વ.૨૧)

૨૭. અક્ષય કિશોરભાઈ ઢોલરીયા (ઉં.વ.૨૮)

(7:38 PM IST)