<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

૧ કરોડનું ૧ કિલો ડ્રગ્‍સ મળતા નાશી છુટેલા આરોપીનો ૧૮૦૦ કી.મી.પીછો કરી ઝડપ્‍યા : સુરત સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા થયેલ એક ટકોરે નાશી છુટેલા ડ્રગ્‍સ માફિયાને પકડીને નિરાંતનો શ્વાસ લેવા એસ. ઓ.જી. અધિકારીઓ અને સ્‍ટાફે પોલીસે સોગંધ લીધા, પડદા પાછળની એક અદભુત કથા અંગે જાણવા જેવું : આરોપી કાસિફે વેશપલટો કરતા સુરત એસ ઓ.જી સ્‍ટાફ પણ મુંબઇથી ઉતર પ્રદેશ સુધી મુસ્‍લિમ વેશ ધારણ કરી, ઝાડ પર પણ સંતાઇને રહેલા : પોલીસ કમિશનર , ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત, ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં પીઆઇ અશોક ચોધરીના નેતળત્‍વમાં પીએસઆઈ એ. પી. જેબલિયા, હેડ કોન્‍સ્‍ટેબલ જીતેન્‍દ્ર સિહ પ્રવિણસિંહ, જગદીશભાઈ અને રણજીતસિંહ વિગેરેની કાબીલે દાદ કામગીરી11:38 AM IST

રાજકોટ જીલ્લામાં ટી. બી. (ક્ષય રોગ)ની દવા મેળવવામાં દર્દીઓને ભારે હાલાકી! : સરકાર દ્વારા વિનામૂલ્‍યે અપાતી દવા ગાયબ ?! : છ મહિનાના કોર્ષની જગ્‍યાએ હાલમાં અઠવાડીયાની દવાઓ આપીને ગાડુ ગબડાવાઇ રહ્યાની ચર્ચાઃ દવા મેળવવા લોકોની રઝળપાટઃ ઘણાં લોકો દવાનો સંગ્રહ કરવા માંડતા પણ શોર્ટેજ વર્તાવા લાગી : સરકારી ટી.બી. સેન્‍ટરોમાંથી વિનામૂલ્‍યે દવાઓ ન મળતા દર્દીઓને ફરજીયાતપણે રૂપિયા ખર્ચીને પ્રાઇવેટ મેડીકલ સ્‍ટોરમાંથી દવાઓ લેવી પડે છે. : ટી.બી.ની દવા લેવામાં વચ્‍ચે બ્રેક પડે તો રી-કરંટ (નવેસરથી કોર્ષ કરવો)ની અથવા તો વધુ હાયર ડોઝ લેવાનું ભયસ્‍થાન રહે છે : ટી. બી. ની દવાની શોર્ટેજનું કારણ પૂછતા એક જ જવાબ મળે છે કે, ‘ઉપરથી સપ્‍લાય નથી'! : આઇસોનિયાઝાઇડ, રીફામ્‍પીસીન, પાયરાઝીનામાઇડ તથા ઇથામબ્‍યુટોલનું ફીકસ ડોઝ કોમ્‍બીનેશન મેળવવામાં મુશ્‍કેલી3:12 PM IST