<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

સુરતનો ચાર્ટર્ડ અકાઉન્‍ટન્‍ટ માત્ર ૯૦ હજાર રૂપિયામાં સપિરવાર સ્‍વિટ્‍ઝરલેન્‍ડનાં ૨૫ શહેરો ૧૧ દિવસમાં ફરી આવ્‍યો

મુંબઇ,તા. ૩: સ્‍વિટ્‍ઝરલેન્‍ડનો પ્રવાસ ભારે ખર્ચાળ હોવાનું માનીને અહીં જવાનો પ્‍લાન માંડી વાળતા લોકો માટે એક્‍સ પરની એક પોસ્‍ટ જોયા પછી ફેરવિચારણા કરવી જોઈએ. મેહુલ શાહ નામનો યુવાન હાલમાં જ પત્‍ની અને બે બાળકો સાથે  સ્‍વિટ્‍ઝરલેન્‍ડનો ૧૧ દિવસનો પ્રવાસ કરી આવ્‍યો છે. રસપ્રદ અને એટલી જ આશ્ચર્યજનક વાત એ છે કે મેહુલ માત્ર ૯૦ હજાર રૂપિયામાં  સ્‍વિટ્‍ઝરલેન્‍ડનાં ૨૫ સ્‍થળ ફરી આવ્‍યો છે. આ ટૂરમાં ૪ બોટ-ક્રૂઝ પણ સામેલ છે.

એક્‍સ પરની પોસ્‍ટમાં મેહુલે આ ટૂર કેમ આટલી ઓછી ખર્ચાળ રહી એનું રહસ્‍ય પણ ખુલ્લું કર્યું છે. મેહુલે ૧૫ દિવસની મુદ્દતના બે સ્‍વિસ ટ્રાવેલ-પાસ ખરીદ્યા હતા. આવા એક પાસનો ચાર્જ ૪૫ હજાર રૂપિયા છે. સાથે જ તેણે વિનામૂલ્‍યે ફેમિલી-કાર્ડ મેળવ્‍યું હતું, જેમાં ૧૬ વર્ષથી ઓછી વયનાં બાળકો વિનામૂલ્‍યે પ્રવાસ કરી શકે છે. સ્‍વિસ-પાસ દ્વારા સુંદર સ્‍થળોએ લઈ જતી ૧૦થી વધારે ટ્રેનમાં કોઈ વધારાના ચાર્જ વિના પ્રવાસ કરી શકાય છે. સ્‍વિસ ટ્રાવેલ-પાસ દ્વારા ટ્રેન, ટ્રામ્‍સ અને બસ તથા બોટ્‍સમાં ગમે એટલી વાર પ્રવાસ કરી શકાય એટલું જ નહીં, ૫૦૦થી વધારે મ્‍યુઝિયમ અને સ્‍મારકોમાં પણ એન્‍ટ્રી મળે છે. સોશ્‍યલ મીડિયા પરના ડીટેલ-થ્રેડમાં મેહુલ શાહે સ્‍વિસ ટ્રાવેલ-પાસ મેળવવા માટેની લિન્‍ક અને માહિતી પણ આપી છે. સ્‍વાભાવિકપણે જ આ પોસ્‍ટ જોરદાર વાઇરલ થઈ છે.

(10:02 AM IST)