News of Monday, 3rd June 2024
સુરતમાં ૪૨.૫૦ લાખનું LSD ડ્રગ્સ, હાઈબ્રીડ ગાંજો ઝડપાતા ૪ માસની અમારી ટીમની જહેમત ફળી
થાઈલેન્ડથી વાયા એર ઓનલાઈન ડાર્ક વેબસાઇટ મારફતે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યાની આઇબી અનુભવ આધારે સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા ચાર્જ સંભળ્યાના પ્રથમ દિવસે જ અમારી સમક્ષ વ્યકત કરેલ જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સ, ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં આખું ઓપરેશન જેમની ટીમે પાર પાડયુ તે ટીમના સુકાની પીસીબી પીઆઇ આર. એસ. સુવેરા તથા એસઓજી પીઆઇ અશોક ચૌધરી પડદા પાછળની કથા વર્ણવે છે

રાજકોટ, તા.,૩: લાંબો સમય રેઢા રહેલ સુરત શહેરનાં લોકોની સમસ્યાઓ ઝડપભેર ઉકેલાઈ માત્ર મોટા નેતાઓ સાથે જ નહિ સમાજના તમામ વર્ગ સાથે જોડાઈ શકે તેવા સિનિયર અને લોકપ્રિય અધિકારી એવા અનુપમ સિંહ ગેહલોત પોલીસ કમિશનર પદે નિમાયા પછી સુરત શહેર દમણ અને મુંબઇથી નજીક હોવાથી સુરતમાં યુવાધનને બરબાદ કરતું ડળગ્સ કલ્ચર મોટા પાયે પ્રસરે તેવી ભીતિ સાથે પોતે વડોદરા સીપી તરીકે પ્રથમ ટર્મથી ઝઝૂમ્યા હોવાથી ચાર્જ સંભાળતા સાથે જ વિવિધ ડ્રગ્સ મોડેલ અંગે અમારી સાથે મોડી રાત સુધી ચર્ચા કરી અને ગૂજરાતનાં થાયલેન્ડથી વાયા ડાર્ક વેબસાઇટ મારફત હાઈ ક્વોલિટીનાં ડ્રગ્સ સપ્લાય અંગે ચર્ચા કરી આ બાબતે અમોને તથા અમારી ટીમને મહત્વની જવાબદારી સુપ્રત કરી હતી, અમોને સંતોષ છે કે ૪ મહિનાનો અમારી બન્નેની સંયુકત ટીમ દ્વારા જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સ તથા ડીસીપી રાજદીપસિહ નકુમનાં માર્ગદર્શન હેઠળ સફળતા મળી છે એમ આ સમગ્ર ઓપરેશન જેમના સુકાની પદે હેઠળ પાર પાડ્યું તેવા પીસીબી પીઆઇ આર.એસ સુવેરાં તથા એસઓજી પીઆઇ અશોક ચોધારીએ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ઉકત બન્ને અધિકારીઓ દ્વારા શહેરના પોશ એવા અડાજણ વિસ્તારમાંથી પીસીબી-એસઓજી દ્વારા ડાર્ક વેબસાઇટ ઉપર ઓન લાઈન ઓર્ડર કરી મંગાવેલ કુલ રૂપિયા ૪૨ લાખ ૫૦ હજારનાં lsd ડ્રગ્સ તથા ૬૫, ૪૬૦ ની કિંમતના હાઈ બ્રીડ ગાંજાનાં જથ્થાને કેવી રીતે ઝડપ્યો તેની રૂપરેખા વર્ણવતા જણાવેલ.
પીઆઇ આર.એસ સુવેરાં તથા પીઆઇ અશોક ચોધરી દ્વારા વિશેષમાં જણાવેલ કે, પોલીસ કમિશનરે પોતાના આઇબીનાં અનુભવ આધારે અને આ કાર્યકાળ દરમિયાન સેન્ટ્રલ ib, નાર્કોટિક્સ સેલની વિવિધ બેઠકોમાં જોડાયા પછી જે માહિતી મેળવેલ તે આધારે અમારી ટીમ એ લાઇન પર આગળ વધતા ખૂબ સારી સફળતા અથાગ જહેમત બાદ મળતાં અમોને તથા અમારી ટીમને બિરદાવેલ તેમ બન્ને અર્થાત્ આર.એસ સુવેરાં તથા પીઆઇ અશોક ચોધરી એ જણાવી આ બાબતે વિશેષ ફોડ પાડ્યો હતો.
ટેકનીકલ સર્વેલન્સ આધારે છેલ્લા ચારેક મહીનાથી વોચ રાખવામા આવેલ હતી અને હ્યુમનસોર્સીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. તે દરમ્યાન એસ.ઓ.જી.ને બાતમી હકીકત મળેલ કે, અડાજણ વિસ્તારમાં પાલનપુર પાટીયા બી.એસ.એન. એલ.ઓફીસની બાજુમાં આવેલ કળષ્ણકુંજ સોસાયટી મકાન નં.૧૧૭ માં રહેતા આરોપી પાર્થ કેતનકુમાર મંદિરવાલા વાળો ડાર્કવેબ નામની ઓનલાઈન વેબસાઈટ ઉપરથી બેંગકોક ખાતેથી ડ્રગ્સનો જથ્થો કુરીયર મારફતે મંગાવી તેનુ વેચાણ કરે છે. જે બાતમી આધારે પી.સી.બી./એસ.ઓ.જી.ના અધિકારી/માણસો એ ઉપરોક્ત મકાનમાં રેડ કરતા મજકુર ઈસમ ઘરે હાજર મળી આવેલ નહી જેથી તેના મકાનની ઝડતી કરતા મકાનમાં સંતાડી રાખેલ હાઈબ્રીડ ગાંજો વજન ૨૧.૮૨૦ ગ્રામ કિ. રૂ.૬૫,૪૬૦/- તથા LSID ડ્રગ્સ બ્લોટર પેપર નંગ-૯ કિ.રૂ,૪૨,૫૦,૦૦૦/ મળી કુલ્લે કિ,રૂ.૪૩,૧૫,૪૬૦/- નો જથ્થો કબ્જે કરી સુરત શહેરમાં પ્રથમ વખત એસ.ઓ.જી., દ્વારા LSD ડ્રગ્સ ઝડપી તે માર્કેટમાં ફેલાય તે પહેલા જ પકડી પાડવામાં સફળતા મળેલ છે.
જેથી વોન્ટેડ આરોપી વિરૂધ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં NDPS અધિનીયમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.તથા આ વોન્ટેડ આરોપીને પકડી પાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
