News of Monday, 3rd June 2024
વાલીઓ એલર્ટ : અમદાવાદમાં અપહરણકાર સૂતેલી બાળકીને ઉઠાવી ગયેલો, બાદમાં પોલીસે કબ્જો સોંપતા પરિવારે લીધો રાહતનો શ્વાસ
અપહરણની સમગ્ર ઘટના CCTVમાં કેદ થયા બાદ પોલીસ તપાસ શરૂ થઈ અને અચાનક બાળકી કાલુપુરથી મળી આવી

અમદાવાદ,તા.૩ : અમદાવાદના રાયખડમાંથી અપહરણ થયેલી બાળકીને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ આ કેસમાં પહેલા એક ઈસમ બાળકીની અપહરણ કરીને લઈ ગયો હતો. જેણે લઈ ચિંતાતુર બની પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ તરફ અપહરણની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થયા બાદ પોલીસ પણ તપાસ શરૂ કરી હતી. આ બધાની વચ્ચે અપહરણ કરાયેલ બાળકી કાલુપુર વિસ્તારમાંથી મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
મેટ્રો સિટી અમદાવાદમાં અનેકવાર અપહરણની ઘટના સામે આવતી હોય છે. જોકે વાલીઓ માટે ચિંતાજનક કહી શકાય એવી આવી જ એક ઘટના અમદાવાદના રાયખડથી સામે આવી છે. વિગતો મુજબ રાયખડમાં ફૂટપાથ પર સુતેલા પરિવારની ૪ વર્ષની બાળકીનું અપહર થયુ હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી છે. જેમાં અજાણ્યો શખ્સ બાળકીનું અપહરણ કરીને જતો દેખાયો હોઇ પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસની તપાસની વચ્ચે અચાનક આ અપહરણ કરાયેલ બાળકી કાલુપુર વિસ્તારમાંથી મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ચર્ચા મુજબ આરોપી ડરનો માર્યો બાળકીને મુકી ફરાર થયો હોવાનું સામે આવ્યું છે. આ તરફ હવે પોલીસે બાળકીનો કબજો પરિવારને સોંપ્યો છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
