તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 3rd June 2024
રથયાત્રા નિમિતે અમદાવાદના કમિશનર જી.એસ.મલિક અને જગન્નાથ મંદિરના પુજારી અને ટ્રસ્ટી સાથે બેઠક યોજી

અમદાવાદ, તા. ૩ : અમદાવાદમાં હવે રથયાત્રાના ગણતરીના દિવસો બાકી છે. તેવામાં રથયાત્રાના સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગઈકાલે જગન્નાથ મંદિરના મુખ્ય પુજારી અને ટ્રસ્ટી સાથે કમિશનર જી.એસ. મલિકે બેઠક યોજી હતી. અને સુરક્ષાને ધ્યાનમાં ચર્ચા વિચારણા કરી હતી.
સમગ્ર ભારતમાં ફક્ત જગન્નાથ મંદિરને રથયાત્રા બે જગ્યા નિકળે છે. એક જગન્નાથપુરી અને બીજી અમદાવાદમાં હવે રથયાત્રાના દિવસો ગણતરીના હોવાના કારણે શહેરના ઠેર ઠેર વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિગ ચાલુ કરી દેવામાં આવી છે. તે સુરક્ષાના ભાગરૂપે ગઈકાલે કમિશનર જી.એસ.મલિકે જગન્નાથ મંદિરના પુજારી અને તે મંદિરના ટ્રસ્ટી સાથે સુરક્ષાને ધ્યાનમાં રાખઈને મહત્ત્વની બેઠક યોજી હતી. જેથી રથયાત્રાના દિવસે મંદિર અને શહેરમાં કોઈ પ્રકારની અસુરક્ષાના થાય તે માટે ચર્ચા વિચારણા કરી હતી.
આ પહેલા પોલીસ દ્વારા અમદાવાદના દરેક હોટલો અને ગેસ્ટ હાઉસ ઉપર ચેકિગ કરવામાં આવી રહ્યુ હતુ. અને હોટલો અને ગેસ્ટ હાઉસના માલિકો દ્વારા કહેવામાં આવ્યુ હતુ. કે જો તમારા ત્યા કોઈ ગેસ્ટ રોકાણ કરે તો તેના ડોકયુમેન્ટ અને તેની એન્ટ્રી ફરજીયાત કરવાની રહેશે. જો આવુ નહી કરવામાં આવે તો હોટલો અને ગેસ્ટ હાઉસ ઉપર કાયદેસરના પગલા લેવામાં આવશે. અને પોલીસ દ્વારા રથયાત્રાના નિયમિતે અમદાવાદની ઠેર ઠેર સુરક્ષામાં ચેકિગ સખત વધારો કરવામાં આવી રહ્યો છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
