<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

વીજ બોર્ડ આક્રમકઃ પીજીવીસીએલના ચીફ ઇજનેર લાખાણી સહિત પ અધિકારીઓની પનીશમેન્‍ટમાં બદલી

જીબીઆને આંચકોઃ એચટી કનેકશન રિલીઝ કરવામાં ભારે બેદરકારી છતી થઇ... ગત સાંજે વડોદરાથી આદેશોઃ ઓર્ડરો આવતા અઠવાડીયે અપાશેઃ હજુ સંખ્‍યાબંધ ઓર્ડરો આવશે..


રાજકોટ તા. ૮ :.. રાજયનું વીજ બોર્ડ આચારસંહિતા ઉઠી જતા એકાએક આક્રમક બની ગયું છે, અને ઘણા સમયથી ધ્‍યાનમાં આવેલા પીજીવીએલના ચીફ ઇજનેર ડી. વી. લાખાણી સહિત પ અધિકારીઓની પનીશમેન્‍ટમાં બદલી કરી રાજકોટ જીલ્લા બહાર ફેંકી દેતા અન્‍ય અધિકારીઓમાં સોંપો પડી ગયો છે, તો જીઇબી એન્‍જી. એસો. ને જબરો આંચકો લાગ્‍યો છે, જીબીઆ દ્વારા આ રીતે થયેલ બદલીના વિરોધમાં ઉગ્ર રજૂઆતો-લડતનું એલાન કરાયું છે.

એમ.ટી. કનેકશનો દેવામાં ભારે બેદરકારી દાખવવા સબબ આ બદલીઓ આવી છે, અંદાજે રરપ થી વધુ કનેકશનો રીલીઝ કરવાની જવાબદારી છતાં વિલંબ અંગેની ઢગલાબંધ ફરીયાદો બાદ હાઇલેવલ તપાસ કરાઇ હતી, અને ચૂંટણી-આચારસંહિતા પૂરી થતા જ ગઇકાલે સાંજે વડોદરાથી આદેશો આવતા પીજીવીસીએલ.ના એમ. ડી. દ્વારા બદલીના ઓર્ડરો કરાયા હતાં.

મળતી વિગતો મુજબ ચીફ ઇજનેર લાખાણીને ભાવનગર, એડી. ચીફ. ઇજનેર  પી. જે. મહેતાને જામનગર, સુપ્રિ. ઇજનેર કિરણબેન પટેલને પોરબંદર, એકઝી. ઇજનેર વાઘમશીને જામનગર, તથા ડે. ઇજનેર ધરતીબેન અંતાણીને રાજકોટથી કલ્‍યાણપુર મૂકી દેવાયા છે.

સાધનોએ ઉમેર્યુ હતું કે ઉપરોકત તમામને ઓર્ડરો હજુ હાથમાં નથી અપાયા, આવતા અઠવાડીયે અપાશે., અને આગામી ૭ થી ૮ દિવસમાં સંખ્‍યાબંધ ઇજનેરોની બદલી - બઢતીઓ પણ આવી રહી છે

(12:21 PM IST)