<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

પત્રકાર મનીષભાઈ શાહને ડરાવવા, હાથ પગ ભાંગી નાખવા બે લાખની સોપારી આપવામાં આવેલ

કહેવાતા પ્રેમ પ્રકરણ, કહેવાતા બળાત્‍કારની ફરિયાદ સહિત હિન્‍દી ફિલ્‍મની કાલ્‍પનિક કથાને ટક્કર મારે તેવા ભેદ ભરમ ઉકેલવાની જવાબદારી અમદાવાદના અનુભવી સીપી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિકે ક્રાઇમ બ્રાંચને સુપ્રત કરવાનો કરેલ નિર્ણય સાર્થક પુરવાર થયો સોપારી લેનાર વ્‍યક્‍તિએ કોને કેટલા રૂપિયા મળશે તે પ્રથમથી જ નક્કી તમામ આરોપી સાથે કરેલ, ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલનાં માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાંજીયાંનના નેતળત્‍વમાં પી આઈ. વી.બી..આલ ટીમની કાબિલેદાદ કામગીરી

રાજકોટ,તા.૮ : અમદાવાદનાં પત્રકાર મનીષભાઈ શાહની હત્‍યા થતાં સમાજના જાગળત  પ્રહરીની હત્‍યા ગણી આ હત્‍યાનો મામલો ખૂબ રહસ્‍યમય હોવાની  પ્રાથમિક તપાસમાં માહિતી મળ્‍યા બાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક જેવા અનુભવી આઇપીએસ તુરંત ગંભીરતા સમજી આરોપીઓ સુધી પોહચવ મૂળ સુધી તપાસ, ટેકનિકલ સર્વેલન્‍સ , અને કેટલાક પડોશીઓની મદદની જરૂર હોવાનું જાણી ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ અને ડીસીપી અજિત રાંજિયાંન સાથે ચર્ચા કરી ઉકત અધિકારીઓના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાંચને સુ-ત કરવાનો નિર્ણય સાર્થક પુરવાર થવા સાથે કોન્‍ટેક્‍ટ કિલિંગ સાથે કેટલીક હિન્‍દી ફિલ્‍મની કથા જેવી બાબતો  પ્રકાશમાં આવી છે.

ગઇ તા.૦૧/૦૬/૨૦૨૪ ના રોજ મનીષભાઇ જગદીશચંદ્ર શાહ (પત્રકારશ્રી) તેઓની મો.સા. પર ઓફીસ જતા હતા દરમ્‍યાન કલાક ૧૦/૪૫ વાગે અમદાવાદ શહેર રીવરફ્રન્‍ટ રોડ, બાબા લવલવીની દરગાહની સામે રોડ પરથી પસાર થતા હતા, તે વખતે બ્‍લ્‍યુ કલરની એકસેસ પર આવેલ બે અજાણ્‍યા વ્‍યક્‍તિઓએ મનીષભાઇને તેઓનુ મો.સા.  ઉભુ રાખવાનો ઇશારો કરી મો.સા. ઉભુ રાખેલ આ વખતે અજાણ્‍યા બન્ને વ્‍યક્‍તિઓએ મનીષભાઇને જમણા ઢીંચણના ઉપરના ભાગે છરાના બે ઘા મારેલ તથા ડાબા પગના ઢીચણના ભાગે એક ઘા મારેલ અને મનીષભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. મનીષભાઇને સારવાર અર્થે સિવિલ હોસ્‍પીટલમાં દાખલ કરવામાં આવેલ. મનીષભાઇની ફરીયાદ આધારે રીવરફ્રન્‍ટ ઇસ્‍ટ પોલીસ સ્‍ટેશન પાર્ટ. એ.ગુ.ર.નં. ૧૧૧૯૧૦૫૦૨૪૦૦૫૨/૨૦૨૪ ઇપીકો કલમ ૩૨૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એકટ ૧૩૫(૧) મુજબનો ગુનો નોંધાયેલ.

આ ગુન્‍હાની તપાસ રીવરફ્રન્‍ટ પોલીસ સ્‍ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ. આ દરમ્‍યાન ગઇ તા. ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મનીષભાઇનુ સારવાર દરમ્‍યાન મ્રુત્‍યુ નિપજેલ. આ ગુન્‍હાની આગળની તપાસ પોલીસ કમિશનર, અમદાવાદ શહેર દ્વારા ક્રાઈમ બ્રાન્‍ચ, અમદાવાદ શહેરને સોંપવાનો હુકમ કરી તાત્‍કાલીક ગુનો શોધી કાઢવા સુચના કરેલ.

આ ગુનાની તપાસ શ્રી વી.બી.આલ, પોલીસ ઇન્‍સ્‍પેકટર, તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ આ તપાસ દરમ્‍યાન ગુનાવાળી જગ્‍યાની ઝીણવટપૂર્વક તપાસ કરી મરણજનારના રહેણાંક તથા તે વિસ્‍તારમાં રહેતા લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવેલ. જેમાં જાણવા મળેલ કે, મ્રુતકની મનીષભાઈને આજુબાજુમાં રહેતા લોકો તથા અન્‍ય લોકો સાથે અણબનાવ બનેલાના ઘણા બનાવો બનેલ હતા. આ ગુન્‍હો શોધવા ટેકનીકલ સર્વલન્‍સ આધારે શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓની પૂછપરછ ની કાર્યવાહી હાથ ધરેલ.

આ તપાસ દરમ્‍યાન મ્રુતકની સોસાયટીમાં રહેતા (૧) મહિપાલસિંહ લ્‍/બ્‍ લાલસિંહ શિવસિંહ ચંપાવત ઉવ.૨૭ રહે : મ.નં. સી/૧૩, હરીક્રુષ્‍ણ પાર્ક સોસાયટી, ઉર્મીજીવન સોસા. ની સામે, વટવા-વિંઝોલ ક્રોસીંગ રોડ, વટવા, અમદાવાદ શહેર મુળવતન : ગામ. ડોભાડા તા-વડાલી જી, સાંબકાઠાંની પૂછપરછ કરતા સમગ્ર બનાવની હકિકત બહાર આવેલ.

મહીપાલસિંહની પૂછપરછથી જાણવા મળેલ છે કે, આ મ્રુતક મનીષભાઇની પત્‍ની સાથે તેના ભાઇ યુવરાજને પ્રેમસંબંધ હતો. જેની મનીષભાઇને જાણ થતા સને-૨૦૨૧માં મનીષભાઇની પત્‍નીએ વટવા પોલીસ સ્‍ટેશન ખાતે બળાત્‍કારની ફરીયાદ નોંધાવેલ. આ ગુન્‍હામાં યુવરાજસિંહની ઘરપકડ થયેલ. તે જામીન મુકત થતા જામીનની શરતો મુજબ કોર્ટે વટવા પોલીસ સ્‍ટેશનની હદમાં યુવરાજસિંહે  પ્રવેશ કરવો નહી તે મુજબ હુકમ કરેલ. આ બનાવ બાદ મરણજનાર મનીષભાઇ તથા મહિપાલસિંહના પરીવાર સાથે વારંવાર ઝગડા તકરારો થવા લાગેલ. આ ઉપરાંત મહિપાલસિંહ વિરૂધ્‍ધ પણ મૃતક મનીષભાઇ દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવેલી જેથી મહીપાલસિંહે મૃતક મનીષભાઇને ગંભીર ઇજાઓ પહોંચાડી ડરાવવા સારૂ અન્‍ય કોઇ વ્‍યક્‍તિને સોપારી આપી મનીષભાઇના હાથ પગ તોડાવવાનુ નક્કી કરેલ.

મહીપાલસિંહે તેના પરીચીત શકિતસિંહ ચૌહાણ રહે : સાણંદ (મેલડી પાન પાર્લર થલતેજ)ને આ બાબતે વાત કરતા તેણે તેના પરીચીત આકાશ ઉર્ફે અક્કુ S/O રાજુભાઈ મગનભાઇ વાઘેલા ઉવ.૨૨ રહ - ખોડીયારનગરના કાચા છાપરા, એ.ઈ.સી. ચાર રસ્‍તા પાસે, નારણપુરા, અમદાવાદ શહેર સાથે મહીપાલસિંહની મુલાકાત કરાવી મનીષભાઇના હાથપગ તોડાવવા તથા ડરાવવા સારૂ આકાશ ઉર્ફે અક્કુને રૂ. ૨,૦૦,૦૦૦/- માં સોપારી આપેલ.

મહીપાલસિંહે મૃતક મનીષભાઈનો ફોટો તથા તેની દુધેશ્વરની ઓફીસે આવવા જવાનો રૂટ તથા રહેણાંક મકાન બતાવેલ. જેના થોડા દિવસ બાદ આકાશ ઉર્ફે અક્કુ S/O રાજુભાઇ મગનભાઇ વાઘેલાએ તેના પરીચીત (૧) અનિકેત S/O રમેશભાઈ કાનજીભાઇ ઓડ રહે :  વાડજ (૨) વિકાસ ઉર્ફે વિકુ સંતોષભાઈ કમુજીભાઇ ઓડ રહે : સુરતને બોલાવી હાથપગ ભાંગવા તથા ડરાવવા માટે રૂ. ૧,૨૦,૦૦૦/- માં સોપારી નક્કી કરી મહિપાલસિંહ સાથે મુલાકાત કરાવેલ.

મહિપાલસિંહે બન્ને વ્‍યક્‍તિઓને મનીષભાઇનો ફોટો તથા આવવા જવાનો રૂટ તથા રહેણાંક મકાન બતાવેલ તેમજ મનીષભાઈ ઘરેથી નીકળશે ત્‍યારે તે તેમને જાણ કરશે તેવુ જણાવેલ. જે આધારે (૧) અનિકેત S/O રમેશભાઈ કાનજીભાઇ ઓડ (૨) વિકાસ ઉર્ફે વિકુ સંતોષભાઇ કમુજીભાઇ ઓડ બન્નેએ મનીષભાઇનો તેના ઘર પાસેથી પીછો કરેલ. આ વખતે અનિકેતે એકસેસ ચલાવતો હતો તથા વિકાસ તેની પાછળ બેઠેલ હતો. મનીષભાઇનો પીછો કરતા રીવરફ્રન્‍ટ બનાવવાળી જગ્‍યાએ આવતા મનીષભાઇને તેઓનુ મો.સા. થોભાવવા ઇશારો કરી ઉભા રખાવેલ જ્‍યાં વિકાસે તેની પાસેના છરાથી મૃતક મનીષભાઇને બન્ને પગના ભાગે છરા મારી દીધેલ.

આ સોંપેલ કામ પૂર્ણ થતા તે જ દિવસે મહિપાલસિંહે તથા શક્‍તિસિંહે આકાશને હિમાલયા મોલ વષાાપુર ખાતે બોલાવી નાણા આપેલ જે નાણામાંથી આકાશના ભાગે રૂ. ૫૦,૦૦૦/-, અનિકેતના ભાગે રૂ. ૭૦,૦૦૦/-, વિકાસના ભાગે રૂ. ૫૦,૦૦૦/-, શકિતસિંહે રૂ. ૩૦,૦૦૦/- પોતાના ભાગે રાખેલ.

આ ગુન્‍હાના કામે ઇપીકો કલમ ૩૦૨, ૧૨૦(બી) નો ઉમેરો કરવામાં આવેલ છે.

(12:26 PM IST)