News of Saturday, 8th June 2024
સુરતના મોટા વરાછા રીંગ રોડ ઉપર કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બાળકનું મોત
સગર્ભા સહિત ૪ વ્યકિતને ગંભીર ઇજા થતા સારવારમાં

સુરત, તા. ૮ : સુરતમાં મોટાવરાછા રિંગરોડ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બાઇક સહિતનાને અડફેટે લીધા હતા. જે પૈકી બાઇક ચાલકને અડફેટે લેતા બાળક સહિત બેના મોત નીપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, મોડી રાત્રે બે વાગ્યા આસપાસ મોટા વરાછા રીંગરોડ વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલા કારના ચાલકે કાબુ ગુમાવતા ત્યાંથી પસાર થઈ રહેલા બાઈક ચાલકોને લીધા હતા. એક બાઈક પર યુવક અને એક બાળક પસાર થઈ રહ્યા હતા તેને પણ ગંભીર રીતે અડફેટે લીધા હતા.
પૂરપાટ ઝડપે દોડી રહેલી કારની ઝડપે આવેલા એક બાઈક ચાલક અને એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ચાર રસ્તે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા ઉતરણ પોલીસ દ્વારા આ કારચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
