<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

કિન્નર સ્‍વરૂપે દારૂની ડિલિવરીનાં કારસાનો PCB દ્વારા પર્દાફાશ

સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સ્‍પીડ બ્રેકર મૂકતાં અકળાયેલા સપ્‍લાયરોએ શોધેલ નવો કીમિયો પણ ફેલ : પીઆઇ આર.એસ. સુવેરા અકિલા સમક્ષ નવી પેટર્નનો ખુલાસો

રાજકોટ તા.૮:  સુરતમાં કાયદો વ્‍યવસ્‍થાનું જડબેસલાખ નિર્માણ કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોલિસના સહયોગથી માસ્‍ટર પ્‍લાન અને તે મુજબની રણનીતિ ત્‍યાર કરી જંગ માંડતા બુટલેગર  સિન્‍ડિકેટ દ્વારા વિવિધ રસ્‍તાઓ શોધી લોકોની પ્‍યાસ બુઝાવવા જે નવતર રસ્‍તાઓ શોધો કાઢયા તે રસ્‍તો પણ સુરત પીસીબી પીઆઇ આર.એસ. સૂવેરાં ટીમ દ્વારા બંધ કરી નકલી કિન્નરો બન્ની દારૂ સપ્‍લાય કરવાના કારસાંને નિષ્‍ફળ બનાવ્‍યાનું. અકિલા સાથેની વાતચીતમાં આર એસ સુવેરાએ જણાવ્‍યું છે.

રિક્ષાચાલકની સાથે બે શખ્‍સોએ કિન્નરોનો વેશ ધારણ કરી દમણથી દારૂ લાવતા પીસીબીએ ગુરુવારે નાનપુરામાંથી પકડી પાડયા છે.વિદેશી દારૂ  સહિત ૩.૧૫ લાખનો મુદામાલ કબજે કર્યો છે. પોલીસે આ ગુનામાં નકલી બે કિન્નર સહિત ૫ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય બાબત એ છે કિન્નર સાથે હોય કોઈ પોલીસ રિક્ષા અટકાવે નહિ તેવો વેહમ બુટલેગરને હતો પરંતુ પોલીસ હાથ લાંબા હૉય છે આ બુટલેગર નવો કીમિયો માં કિન્નર લઇ જવની કામ નહિ આવ્‍યો આખરે પી સી બી એ બાતમી ના આધારે ઝડપી પડ્‍યા હતા 

સુરત પીસીબીના પીઆઈ આર.એસ.સુવેરા ને મળેલી બાતમી આધારે તેમના  સ્‍ટાફે ગુરુવારે સાંજે નાનપુરા પાસે દારૂનું કાર્ટીગ કરતા ૫ જણાને પકડી પાડયા હતા. બંને આરોપીઓ કિન્નરોની જેમ જ તૈયાર થયા હતા. કિન્નરોની પોલીસે  તપાસ કરાવતા નકલી હોવાનું સામે આવ્‍યું હતું. વધુમાં પીસીબીના સ્‍ટાફે જણાવ્‍યું કે રિક્ષામાં ચાલક અભય સીંગ સાથે  બે નકલી કિન્નરોને બેસાડી દમણ જતો હતો. ડુપ્‍લીકેટ કિન્નર બનેલા જેનીશ અને અકબર રીક્ષામાં દમણથી દારૂ લાવતા હતા અને આ વિદેશી દારૂ  નાનપુરામાં પ્રશાંત અને ગુંજનને વેચાણ કરતા હતા. છેલ્લા ૩ મહિનાથી બન્ને કિન્નરો ચાલક સાથે દારૂનો વેપલો કરતા હતા. પોલીસે અભય(૨૩)( પારડી, સચીન, મૂળ, યુપી),જેનીશ જગદીશ ભાવનગરી (૨૭) (નાનપુરા) અકબર અહેસાન શેખ(૩૨) (વડોદરા) પ્રશાંત કહાર (૨૧) (નાનપુરા) ૫ ગુંજન જીતુ કહાર(૨૧)(રહે,મસ્‍જીદવાલી ગલી, નાનપુરા)ને ઝડપી પાડ્‍યા હતા

(3:39 PM IST)