News of Saturday, 8th June 2024
ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઇવરની જગ્યા પર ભરતી: તારીખ ચૂક્યા વગર કરો અરજી
નોટિફિકેશન અનુસાર આ ભરતી અભિયાન દ્વારા હાઈકોર્ટમાં ડ્રાઇવરની કુલ 34 જગ્યાઓ ભરવામાં આવશે

અમદાવાદ :ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઇવરની જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે નોટિફિકેશન અનુસાર આ ભરતી અભિયાન દ્વારા હાઈકોર્ટમાં ડ્રાઇવરની કુલ 34 જગ્યાઓ ભરવામાં આવશે
અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર 10 પાસ હોવો જોઈએ. સાથે જ ઉમેદવાર પાસે LMV લાઇસન્સ હોવુ જોઈએ. તે ઉપરાંત 5 વર્ષનો અનુભવ પણ જરૂરી છે
આ ભરતી અભિયાન માટે અરજી કરનાર સામાન્ય વર્ગના ઉમેદવારોને 1 હજાર રૂપિયા ફી આપવી પડશે. જ્યારે અનામત વર્ગ માટે અરજી ફી 500 રૂપિયા રાખવામાં આવી છે.
આ ભરતી અભિયાન માટે ઉમેદવાર ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર વેબસાઇટ hc-ojas.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે.
ગુજરાત હાઈકોર્ટના આ ભરતી અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન 2024 છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
