<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

દાહોદમાં સહયોગ કો. ઓપરેટીવ બેન્કમાં છેતરપીંડીના મામલે પોલીસે એજન્‍ટ જયમાલ અગ્રવાલની કરી અટકાયત

દૈનિક બચતના નાણાં ઉઘરાવી કરી ઉચાપતઃ 106 ખાતાધારકોના લાખો રૂપિયાની કરી ઉચાપત કર્યાનો આરોપ છે

દાહોદઃ અહીં આવેલ  સહયોગ કો ઓપરેટીવ બેંકની એક મહિલા એજન્ટ દ્વારા ઠગાઈ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા એજન્ટ દ્વારા બેંકના ખાતાધારક ગ્રાહકોના દૈનિક બચતના નાણાં ઉઘરાવીને ઉચાપત કરી હતી.

પ્રાપ્‍ત માહિતી મુજબ  મહિલા એજન્ટ દ્વારા 106 ખાતાધારકોના 88 લાખથી વધુ નાણાની ઉચાપત કરવામાં આવી હતી.

જેને લઈને દાહોદ એ ડિવિઝન પોલીસે મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે દાહોદ પોલીસ બેંક એજન્ટ જયમાલા અગ્રવાલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:35 PM IST)