<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજ્‍યમાં સાંસ્‍કળતિક વારસા અને પરંપરાગત લોક સંસ્‍કળતિને પ્રોત્‍સાહન આપવા ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫'નું આયોજનઃ હર્ષ સંઘવી : ગણેશ ઉત્‍સવને સુયોગ્‍ય ધાર્મિક વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્‍સવને દેશભક્‍તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવા રાજ્‍ય સરકારનો મહત્‍વનો નિર્ણય : દેશમાં પ્રથમવાર આ પ્રકારની પહેલઃ સ્‍વદેશી ચીજવસ્‍તુઓ પર ભાર મૂકવામાં આવશે અને ‘ઓપરેશન સિંદૂર' જેવી દેશભક્‍તિની થીમ થકી સૈન્‍યનું મનોબળ વધુ મજબૂત થશે : ‘ઓપરેશન સિંદૂર'ના દેશભક્‍તિ પર આધારિત સુશોભન અને વડાપ્રધાનશ્રીના ‘સ્‍વદેશી'ના આહ્વાન અંતર્ગત સ્‍વદેશી વસ્‍તુઓના ઉપયોગ એમ બે થીમ આધારે પંડાલની પ્રતિયોગિતા યોજાશે :તમામ શહેરો અને જિલ્લાઓમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલો પૈકી પ્રથમ ક્રમને રૂા. ૫ લાખ, દ્વિતીય ક્રમને રૂ.૩ લાખ અને તળતીય ક્રમને રૂ.૧.૫૦ લાખ પુરસ્‍કાર અપાશે11:43 AM IST

૮મીએ હેલ્‍મેટ અંગેનો એકપણ કેસ કરવાની તક ન મળે તેવો સહકાર રાજકોટવાસીઓ આપશેઃ ડીસીપી પૂજા યાદવને આશા : હેલ્‍મેટ સીધું લોકોની જિંદગી સાથે કનેક્‍ટ છેઃ ભારતભરમાં અમલમાં રહેલા આ કાયદાને શહેરીજનો અપનાવી લે તેવો અનુરોધ પોલીસે કર્યો : પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ટીઆરબી જવાન, એનજીઓ ટીમો, પ્રજાજનો મળી ૮૦૦ લોકો જોડાયાઃ મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, સજ્જનસિંહ પરમાર, ડીસીપી રાકેશ દેસાઇ, ડીસીપી પૂજા યાદવે ‘મેગા હેલ્‍મેટ રેલી'ને લીલી ઝંડી આપી : નસીબ બચાવે કોઇક વાર, સુરક્ષા બચાવે વારંવાર ઞ્જજે કુટુંબની કરે છે દરકાર, તે નથી માનતા હેલ્‍મેટને ભાર : બેનરો સાથે પોલીસ કર્મચારીઓ રેલીમાં જોડાયા2:32 PM IST

શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળીની ભવ્‍ય હરણફાળ : બ્રાન્‍ચ-૨ નો શુભારંભ : જીવરાજપાર્ક વિસ્‍તારમાં નવી બ્રાન્‍ચઃ વિશાળ ટર્નઓવર અને ૫૫૮૫થી વધુ સભાસદો સાથે મંડળીની અપ્રતિમ સફળતા આમ રાજકોટની શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળી તેની સફળતાના શિખરે પહોંચીને જીવરાજપાર્ક ખાતે તેની બીજી બ્રાન્‍ચનો શુભારંભ ૨૪-૮-૨૦૨૫ના રોજ કરશે. આ મંડળીએ ટૂંકાગાળામાં રૂ. ૨૧.૨૭ કરોડથી વધુનું ટર્નઓવર અને ૫૫૮૫થી વધુ સભાસદો સાથે નોંધપાત્ર પ્રગતિ કરી છે. સભાસદોને ૧૫% ડિવિડન્‍ડ, હોમલોન, ગોલ્‍ડ લોન, અને ૩૬૫ દિવસ ખુલ્‍લી રહેતી ટોકન ડિપોઝીટ પર લોકર જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉદ્ધાટન સમારોહમાં અનેક રાજકીય, સહકારી અને સામાજિક મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે અને સભાસદોને તેમના ઓરિજિનલ શેર સર્ટિફિકેટ રજૂ કરવા પર ભેટ પણ આપવામાં આવશે. આ મંડળી ટૂંક સમયમાં ત્રીજી બ્રાન્‍ચ પણ શરૂ કરવાની યોજના ધરાવતી હોવાનું એક યાદીમાં જણાવાયું છે. ‘નાના માણસોની મોટી મંડળી'ના સૂત્રને સાર્થક કરતા હોમલોન, મોર્ગેજ લોન અને ગોલ્‍ડ લોન જેવી સુવિધાઓ ખૂબ જ ઝડપી ગતિએ પૂરી પાડે છેઃ આ મંડળી ૩૬૫ દિવસ ખુલ્‍લી રહે છેઃ ટોકન ડિપોઝીટ પર લોકર સુવિધા પણ ઉપલબ્‍ધ, કોઈ ભાડું લેવામાં આવતું નથી : નરેન્‍દ્રબાપુ3:00 PM IST