હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે, GST કચેરીએ ગુજરાતના 15 જેટલા મોટા વૉટર પાર્કના સંચાલકો પર દરોડાઃ 64 કરોડ રૂપિયાના શંકાસ્પદ વહેવારો પકડી પાડ્યા
અમદાવાદ, નવસારી, ગાંધીનગર, હિમ્મતનગર, ખેડા, બનાસકાંઠા અને રાજકોટના મળીને 15 વૉટરપાર્કના 27થી વધુ ધંધાના સ્થળો પર દરોડા

ગાંધીનગરઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે, GST કચેરીએ ગુજરાતના 15 જેટલા મોટા વૉટર પાર્કના સંચાલકો પર દરોડા પાડીને 64 કરોડ રૂપિયાના શંકાસ્પદ વહેવારો પકડી પાડ્યા છે. જેમાં અમદાવાદ, નવસારી, ગાંધીનગર, હિમ્મતનગર, ખેડા, બનાસકાંઠા અને રાજકોટના મળીને 15 વૉટરપાર્કના 27થી વધુ ધંધાના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ગત 6 જૂને પાડવામાં આવેલા આ દરોડામાં વૉટર પાર્કના સંચાલકો દ્વારા સ્વિમિંગ કોસ્ચ્યુમ, લૉકર, મોબાઈલ કરવા અને ટ્યુબ્સના ભાડાંની આવક હિસાબી ચોપડાંમાં દર્શાવવામાં આવતી નહોતી. આ આવક રોકડેથી લેવામાં આવી હતી. તેમ જ વૉટર પાર્કમાં આવેલી રેસ્ટોરાંમાં કાચી ચિઠ્ઠી પર બિલ બનાવીને નાણાં લેવામાં આવતા હતા. રોકડમાં થતાં આ વેચાણના બહુધા બિલ આપવામાં આવતા જ નહોતા.
આ વૉટર પાર્કમાં GSTના દરોડા પડ્યા
ફ્લેમિંગો વૉટર પાર્ક્સ એન્ડ રિઝોર્ટ્સ-અમદાવાદ
7 એસ વૉટર પાર્ક એન્ડ એડવેન્ચર-અમદાવાદ
જલધારા વૉટરવર્લ્ડ-અમદાવાદ
સ્વપ્ર સૃષ્ટિ વૉટર પાર્ક-ગાંધીનગર
વૉટર વિલે વૉટર પાર્ક-હિમ્મતનગર
સુસ્વા વૉટર પાર્ક-હિમ્મતનગર
બ્લિસ એક્વા વૉટર રિઝોર્ટ્સ-મહેસાણા
ગણેશ ફનવર્લ્ડ-મહેસાણા
મોદી વૉટર એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક-નવસારી
વૉટરવેલી રીસોર્ટ પ્રાઈવેટ લિમિટેડ-રાજકોટ
એક્વોટિક વૉટરપાર્ક-રાજકોટ
ધી હેવન વૉટર રીસોર્ટ એન્ડ રેસ્ટોરાં-રાજકોટ
સમર વેવ્સ વૉટર પાર્ક-રાજકોટ
શિવધારા રીઝોર્ટ્સ-બનાસકાંઠા
વૉટરસિટી વૉટર પાર્ક -ખેડા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
