<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ભારતની સૌથી મોટી મૂડી તેનાં સપનાં છે અને જિયો એ સપનાંઓને સાકાર કરવાનું માધ્યમ છે : અનંત અંબાણી : જિયો તમે બનાવ્યું છે, તમારાં સપનાં સાકાર કરવાં એ જ અમારું સપનું છે : જિયોના ઐતિહાસિક પ્રસંગે અનંત અંબાણીનું હૃદયસ્પર્શી પ્રવચન : સ્ટોક એક્સચેન્જની ઘંટડીનો નાદ મારા માટે મંદિરની ઘંટડીના પવિત્ર નાદ સમાન : વ્યવસાય એ મારા માટે પૂજા છે અને દરેક પૂજાની પૂર્ણાહુતિ પ્રસાદથી થાય છે : ચોરવાડના સામાન્ય ઘરમાંથી ધીરુભાઈ અંબાણીએ જોયેલું સપનું આજે કરોડો ભારતીયોનાં સપનાં સાકાર કરવાનું માધ્યમ બન્યું : જિયોના ૫૩ કરોડ સભ્યોને વંદન : જિયોની સફળતામાં કર્મચારીઓ, ટેક્નિશિયનો, એન્જિનિયરો અને ભાગીદારોના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું : ડિજિટલ ભારતના સંકલ્પ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી9:49 AM IST

સોની બજારનો વેપારી ૭.૭૭ કરોડનું સોનુ-રોકડ લઇ ‘છૂ' : રેસકોર્ષ રીંગ રોડ પર બીગ બાઇટ પાછળ કલ્‍યાણ સોસાયટીમાં રહેતાં અને મારૂતિ જ્‍વેલર્સ નામે પેઢી ચલાવતાં હસમુખભાઇ ઉર્ફે હસુભાઇ લોઢીયાએ જતીનભાઇ પાટડીયા પાસેથી ૨૬મીએ ચાર કટકે ૭ કરોડ ૨૫ લાખનું સોનુ ઉછીનું લીધુ, બપોરે નિયમ મુજબ સોનુ પાછુ ન આવતાં ફોન કરતાં-હસુભાઇએ કહ્યું-તું ચિંતા ન કર સાંજે પાંચ વાગ્‍યે સોનુ મળી જશે બીજા ત્રણ વેપારીઓ નિલેષભાઇ માંડલીયા, મનોજભાઇ ધોળકીયા અને હિતેષભાઇ માંડલીયાએ સોનુ ખરીદવા હસુભાઇને અનુક્રમે રૂા.૨૯,૦૫,૧૭૭, રૂા. ૧૪,૫૫,૫૦૦ અને રૂા. ૮,૭૩,૦૦૦ ચુકવ્‍યા પણ તેને સોનુ પહોંચાડયું નહિઃ એ-ડિવીઝન પીઆઇ જે. વી. વાઢીયા અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ૨૬ ઓક્‍ટોબરે જતીનભાઇ ઉર્ફે કાનાભાઇ પાસેથી ૭ા કરોડનું સોનુ મેળવ્‍યું, બીજા દિવસે ૨૭મીએ ત્રણ વેપારીઓ પાસેથી રોકડા લઇ લીધાઃ ફોન બંધ કરી ગાયબ થઇ ગયો2:36 PM IST