<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

સાકવા ગામની સ્કુલ પાસે જુગાર રમતા ઈસમો ને રૂપિયા ૨૭,૭૨૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સાકવા ગામમાં જુગાર પર રાજપીપળા પોલીસે રેડ કરી રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી લીધા હતા
   મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસે સાંકવા ગામની પ્રાથમિક શાળા નજીક ચકતા જુગાર પર છાપો મારી (૧) અજીતભાઈ મહેશભાઈ તડવી(૨) નિલેશભાઈ નગીનભાઈ તડવી તથા (૩) પિન્કેશભાઈ કમલેશભાઈ તડવી તમામ રહે.સાકવા નિચલુને અંગ ઝડતી માંથી રોકડા રૂ.૮,૦૭૦/- તથા દાવ ઉપરના રૂ.૪,૬૫૦/- મળી કુલ રોકડ રૂપિયા ૧૨,૭૨૦/- તથા ત્રણ નંગ મોબાઈલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦ મળી કુલ કિં.રૂ.૨૭,૭૨૦ ના મુદામાલ દબોચી લીધા હતા જ્યારે પોલીસ રેઇડ જોઈ (૪) યુવરાજભાઈ ધર્મેન્દ્રભાઈ તડવી (૫) મંગલેશભાઈ નારણભાઈ તડવી તથા (૬) મનોજભાઈ વિષ્ણુભાઈ( તમામ રહે. સાકવા) નામના શખ્શો નાસી જતા વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(9:58 PM IST)