<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

રાજપીપળામાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ : 4 દિવસમાં 3500 રૂપિયા સ્થળ પર દંડ વસૂલ કરતા ફફડાટ

ગીચ ટ્રાફિક સમસ્યાના કારણે 20 કાર ડિટેન, આડેધડ પાર્કિંગ કરેલી 30 ગાડીઓને લોક માર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં વધતા વાહનો ને લઈને પાર્કિંગની સમસ્યા વધુ જોવા મળે જેમાં ખાસ કરીને રાજપીપળા શહેરમાં લોકો આડેધડ પોતાના વાહનો પાર્ક કરી ટ્રાફિકના નિયમોની એસી કી તેસી કરતા હોય ત્યારે પોલીસ ટ્રાફિક ડ્રાઇવ કરી વાહન ચાલકો ને સબક શીખવાડે છે, તાજેતરમાં રાજપીપળા ટાઉનમાં સ્ટેશન રોડ પર વાહનોનું ચેકીંગ કરી ટ્રાફીકના નિયમો પાડવા પ્રોબેશનરી નાયબ પોલીસ અધિક્ષક કૃણાલસિંહ પરમાર,અને નર્મદા ટ્રાફિક રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા વાહન ચેકિંગમાં ચાર  દિવસમાં 20થી વધુ કાર ડિટેન કરી આડેધડ પાર્કિંગ કરેલ કાર અને બાઈકો માં 30 જેટલા વાહનો ને માર્કેટ વિસ્તારમાં લોક કરી દંડ વસુલ કર્યા આમ 4 દિવસ માં કુલ 3500 જેટલો દંડ વાહન ચાલકોને ફટકાર્યો છે.

 ડીવાયએસપી કૃણાલસિંહ પરમારે વાહન ચાલકોને વ્યવસ્થિત નિયમ મુજબ કોઈને નડે નહિ એમ પાર્કિંગ કરવા અને ટ્રાંફિક ના નિયમો ને પાળવા સીટબેલ્ટ,હેલ્મેટ PUC લાયસન્સ, વીમો સહીત વાહન ના દસ્તાવેજો સાથે રાખવા અપીલ કરી હતી.

(10:01 PM IST)