<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

બખ્ખર ગામની સીમમાં જુગાર પર પોલીસે છાપો મારી રૂ.૨૦.૩૫૦ ના મુદ્દામાલ સાથે જુગારીઓને દબોચ્યાં

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા માં આવેલા બખ્ખર ગામમાં ચાલતા જુગાર ઉપર ગરુડેશ્વર પોલીસે રેડ કરતા રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝબ્બે કર્યા હતા
    પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર પોલીસે બાતમીના આધારે બખ્ખર ગામની સીમમાં ઝાડ નીચે જુગાર રમતા (૧) વાનજીભાઈ અબ્દુલભાઈ ડુ.ભીલ(રહે.કુકરદા સીમાડા ફળિયું તા.નસવાડી જી.છોટાઉદેપુર) (૨) કિશનભાઈ બલાભાઈ ભીલ(રહે,.બખ્ખર તા.ગરૂડેશ્વર, જી.નર્મદા) (૩) હસમુખભાઈ શંકરભાઈ ભીલ, રહે. બખ્ખર તા.ગરૂડેશ્વર, જી.નર્મદા (૪) રાજેશભાઈ નગીનભાઈ ભીલ(રહે,બખ્ખર તા.ગરૂડેશ્વર, જી.નર્મદા )(૫) વિનોદભાઈ નારણભાઈ ભીલ(રહે, બખ્ખર તા. ગરૂડેશ્વર, જી.નર્મદા) તથા (૬) રાહુલભાઈ પ્રવિણભાઈ ભીલ(રહે,.બખ્ખર તા.ગરૂડેશ્વર )નાઓ ને હારજીતનો જુગાર રમી રમાડતા પકડી પાડયા હતા તેઓની અંગ ઝડતી માંથી રોકડા રૂ.૮૧૦૦ તથા દાવ ઉપરના રૂ.૨૨૫૦/- મળી જુગારના રોકડા કુલ રૂ.૧૦,૩૫૦ તથા મોબાઈલ ફોન-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ્લે કિ.રૂ.૨૦,૩૫૦- ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે ત્યાં પોલીસ રેઇડ જોઈ નાશી ગયેલા (૭) દિનેશભાઈ ભગુભાઈ ભીલ રહે.નવાપુરા તા.ગરૂડેશ્વર જી.નર્મદા (૮) મેહુલભાઈ સુમનભાઈ ભીલ (૯) ગણેશભાઈ કાંતિભાઈ ભીલ (૧૦)પંકજભાઈ લક્ષ્મણભાઈ ભીલ (૧૧) હરેશભાઈ હસમુખભાઈ ભીલ (૧૨) મહેન્દ્રભાઈ નગીનભાઈ ભીલનાઓને વોન્ટેડ જાહેર કરી આ તમામ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:04 PM IST)