હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 9th June 2024
રાજપીપળામાં સાંજે અચાનક વાતાવરણ માં પલટો : ગાજવીજ પવન સાથે વરસાદ પડ્યો
વીજ કંપનીએ શનિવારે જ પાચ કલાક વીજ પુરવઠો બંધ રાખી પ્રી.મોન્સુન કામગીરી કરી છતાં મામૂલી વરસાદમાં તરત લાઈટો ગુલ

ભરત શાહ દ્વારા) રાજપીપળા: રાજપીપળા શહેરમાં રવિવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ પવન સાથે વરસાદ પડતાં આખા દિવસની ગરમી થી કંટાળેલા લોકોને ઠંડક થઇ પરંતુ મામૂલી વરસાદની શરૂઆતમાં જ તરત જ લાઈટો જતા અંધારપટ છવાઈ ગયો હતો જોકે વીજ કંપની એ શનિવારે જ પાચ કલાક જેવો વીજ પુરવઠો બંધ રાખી
પ્રી.મોન્સુન કામગીરી કરી હતી તેમ છતાં બીજા જ દિવસે મામૂલી પવન અને વરસાદમાં તુરત લાઈટો જતા વીજ કંપનીની પ્રી.મોન્સુન કામગીરી પર સવાલ ઉઠ્યા હતા.
આકરી ગરમી વચ્ચે ગાજવીજ સાથે પડેલા આ વરસાદમાં મહિલાઓ સહિત બાળકો સ્નાન કરી ઠંડક મેળવતા જોવા મળ્યાં હતાં, આ વરસાદમાં ભલે લોકોને ઠંડક મળી હશે પરંતુ ધરતીપુત્રોના ઊભા પાકને જરૂર નુકશાન થશે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
