News of Monday, 10th June 2024
જગત પાવનદાસ સ્વામી ઉર્ફ જે.પી. સ્વામિ અન્ડર ગ્રાઉન્ડઃ વિદેશ ન ભાગે તે માટે લૂકઆઉટ નોટીસ
વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિરના રૂમમાં દૂષ્કર્મ કેસમાં તપાસનો ધમધમાટ હાલ ત્રેવીસ વર્ષની યુવતિ ચોૈદ વર્ષની હતી ત્યારે વિદેશથી લાવેલી ગિફટ આપવાના બહાને મંદિર નીચેના રૂમમાં લઇ જઇ દૂષ્કર્મ આચરાયું હતું: ભોગ બનનારનું ૧૬૪ મુજબ નિવેદન લેવડાવાયું

વડોદરા તા. ૧૦: અહિના વાડી સ્વામિનારાયણ મંદિરમાં જ ૧૪ વર્ષની તરૂણી પર દુષ્કર્મ આચરનાર કોઠારી સ્વામી અંડર ગ્રાઉન્ડવાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સામે દુષ્કર્મના ગંભીર આરોપ કરી ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. ગુનો દાખલ થતા અંડર ગ્રાઉન્ડ થઇ ગયેલા જગતપાવન સ્વામી ઉર્ફ જે.પી.સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી હાથ ધરી છે.
૨૩ વર્ષની યુવતી જ્યારે ૧૪ વર્ષની હતી તે સમયે દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી)એ વિદેશથી લાવેલી ગિફટ આપવાના બહાને મને વાડી સ્વામિનારાયણ મંદિરે બોલાવી હતી. ત્યારબાદ મંદિરની નીચે એક રૂમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. સ્વામી તેઓના ગ્રુપમાં મને વીડિયો કોલ કરવા દબાણ કરતા હતા. હું વીડિયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ ઇમોશલનલી બ્લેકમેલ કરી તેમજ ધમકી આપતા હતા. બનાવના આઠ વર્ષ પછી ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી ગઇ હતી.
ડીસીપી પન્ના મોમાયાના સૂચના મુજબ પોલીસે તપાસ શરૂ કરી હતી. હાલમાં વડતાલ રહેતા સ્વામી ગુનો દાખલ થયા પછી અંડર ગ્રાઉન્ડ થઇ ગયા હતા. સ્વામીને ઝડપી પાડવા માટે પોલીસે તેમના સીડીઆરની વિગતો મંગાવી છે. તેમજ સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લૂક આઉટ નોટિસની કાર્યવાહી કરવા માટે પાસપોર્ટ ઓફિસ પાસે વિગતો મંગાવી છે. સ્વામી વિરૂધ્ધ લૂક આઉટ નોટિસ ઇશ્યૂ કરવા તજવીજ થઇ હતી. સ્વામી સાથે યુવતીએ કયારે વાત કરી હતી? તેની વિગતો પણ સીડીઆર આવ્યા પછી બહાર આવશે.
દુષ્કર્મના આ કેસમાં પોલીસે પીડિતાનું વીડિયોગ્રાફી નિવેદન લીધું છે. બનાવ કઇ રીતે બન્યો ? તે સમયે કોણ કોણ હાજર હતું? ગ્રુપ કોલમાં અન્ય કયા સ્વામી હતા? તે અંગે નિવેદન લેવામાં આવ્યું છે. યુવતીએ અન્ય બે સ્વામી સામે પણ આક્ષેપ કર્યા હોવાથી તે દિશામાં પણ પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. યુવતીને કોર્ટમાં રજૂ કરી સીઆરપીસી ૧૬૪ મુજબનું નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવશે. જેથી, કેસ વધુ મજબૂત થાય. મંદિરના જે રૂમમાં તરૂણીને લઇ જઇ જગત પાવનદાસ સ્વામીએ દુષ્કર્મ આચર્યુ હતું તે રૂમની મુલાકાત પોલીસે પીડિતાને સાથે રાખીને લીધી હતી. પોલીસે એફ.એસ.એલ.ની હાજરીમાં પંચનામુ કર્યુ હતું. જોકે, બનાવ આઠ વર્ષ પહેલાનો હોવાથી પુરાવા મળવાની શકયતા બહુ નજીવી છે. એફ.એસ.એલ.ની ટીમે લીધેલા નમૂનાના રિપોર્ટ પછી જાણ થશે. પીડિતાનું મેડિકલ ચેક અપ પણ કરાવાયુ હતું.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
