News of Monday, 10th June 2024
અમૂલે દૂધ બાદ દહીના ભાવમાં પણ વધારો કર્યો
અમૂલે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યોઃઅમૂલ મસ્તી દહીંના ભાવમાં વધારો, દૂધ બાદ દહીંમાં વધારો કરાયો, ૫ જૂનથી નવો ભાવવધારો અમલમાં

આણંદ, તા.૧૦
નાગરિકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગે તેવા સમાચાર અમૂલે આપ્યા છે. અમૂલે તાજેદરમાં જ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારે હવે અમૂલ દહીના ભાવમાં પણ વધારો કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, અમુલ દ્વારા ગુપચુપ અમુલ મસ્તીના દહીંમાં પણ વધારો ઝીંક્યો છે.
અમૂલે ગુજરાતના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. આજે અમુલે દૂધ બાદ દહીંના ભાવમાં પણ વધારો ઝીંક્યો છે. દહીના ભાવમાં વધારો ચૂપચાપ રીતે કરાયો છે. ગત ૫ મી જુનથી ભાવ વધારો અમલમાં આવી ગયો છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે દહીંનો સ્વાદ દુર્લભ બનશે. અમુલ મસ્તી દહીં ૨૦૦ ગ્રામ જૂનો ભાવ ૧૮ નવો ભાવ ૧૯, અમુલ મસ્તી દહીં ૪૦૦ ગ્રામ જૂનો ભાવ ૩૪ નવો ભાવ ૩૫, અમુલ મસ્તી દહીં ૧કિલો જૂનો ભાવ ૭૨ નવો ભાવ ૭૫, અમુલ મસ્તી દહીં ૧ કિલો બકેટ જૂનો ભાવ ૧૦૦ નવો ભાવ ૧૧૦ હશે.
દૂધ બાદ દહીના ભાવમાં પણ વધારો એ ગ્રાહકો માટે મોટો ઝટકો સમાન છે. કારણ કે, એક જ મહિનામાં દૂધ બાદ દહીંના ભાવમાં પણ વધારો કરાયો છે. જેથી ગૃહિણીઓનું ઘરનુ બજેટ બગડી શકે છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પર મોંઘવારીનો વધુ એક માર ઝીંકાયો છે. દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારી અટકવાનું નામ નથી લઇ રહી. ત્યારે હવે ગુજરાતમાંથી વધુ એક મોટો ઝટકો પ્રજા માટે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ લોકો પર મોંઘવારીનો માર ઝીંકાઈ રહ્યો છે. તાજેરતમાં જ અમૂલ દૂધમાં પ્રતિ લીટર ૨ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો કરાયો છે. હવે અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ ૬૪ રૃપિયાથી વધી ૬૬ રૃપિયા થશે. જ્યારે અમૂલ ટી સ્પેશિયલના પ્રતિ લિટર ભાવ રૃ.૬૨થી વધી ૬૪ થશે. એટલુ જ નહી અમૂલ શક્તિના પ્રતિ લીટર રૃ.૬૦ થી વધી ૬૨ રૃપિયા થશે જ્યારે દૂધ સહિત દહીંના ભાવમાં પણ વધારો થયો છે. હવે સવાલ એ છે કે, અમૂલ દૂધના ભાવ વધતા ગુજરાતની અન્ય ડેરીઓ પણ ધીરે ધીરે ભાવ વધારી રહી છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
