News of Monday, 10th June 2024
વરસાદ સાથે આવેલા વાવાઝોડામાં નાંદોદ તાલુકાના ગામોમાં કેળનો પાક આખે આખો સુવડાવી દીધો
ખતરનાક વંટોળના કારણે ગામના 30થી વધુ ઘરોના પતરા હવામાં ઉડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં રવિવારે આવેલા વરસાદમાં નાંદોદ તાલુકાના કેટલાક ગામોમાં ખતરનાક વાવાઝોડું આવતા કેટલાય ખેડૂતોના કેળાના પાકને મોટું નુકશાન થયું છે
નાંદોદ તાલુકામાં આવેલાં ટંકારી, શોઢલીયા, શહેરાવ જીયોર જેવા કેટલાક ગામોમાં રવિવારે આવેલા વરસાદ સાથે વાવાઝોડાના કારણે ખેડૂતોના લગભગ ૧૫૦૦થી વધુ એકર માં વાવેલા કેળા ના ઊભા પાકને નુકશાન થયું છે, ખેડૂતો નું કહેવું છે કે અમારા આ ત્રણ ચાર ગામમાં એક ખતરનાક વંટોળ એવું આવ્યું કે ૧૫૦૦ થી વધુ એકર
કેળાના આખેઆખા થડ સુવડાવી દીધા હતા અને ગામમાં ૩૦ થી વધુ કાચા મકાનોના પતરા તો હવામાં ઉડતા નજરે પડ્યા હતા જેમાં ગરીબ પરિવારો અટવાઈ પડયા હતા અને આ તમામ ગામોમાં ૧૦૦ ટકા કેળનો પાક ખતમ થઇ જતાં ખેડૂતોને મોટું નુકશાન થયું છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
