<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

અમદાવાદની જાણીતી પબ્લિકેશનના સેલ્સમેનને 29 લાખ રૂપિયાની છેતરપીડી કરી

ભાવિક પબ્લિકેશન દ્વારા તેને સખત ઉધરાણી કરતા મહેશે કહી દીધુ કે તમારા પૈસા આપવામાં નહી આવે જે થાય તે કરી દેજો

અમદાવાદમાં ભાવિક પબ્લિકેશન ભાવનગરમાં  સેલ્સમેન ઉપર 29 લાખથી વધુની છેતરપીડી કરવામાં આવી છે.  જ્યારે  ભાવિક પબ્લિકેશનમાં જ્યારે પૈસા માંગવાની વાત કરી હતી. તેને ચોખી ના પાડી દીધી હતી. તેથી ભાવિક પબ્લિકેશન દ્વારા સોલા પોલીસ સ્ટેશન ઉપર સેલ્સમેન ઉપર ફરિયાદ નોંધાવાવમાં આવી હતી.

   અમદાવાદના જાણીતા ભાવિક પબ્લિકેશન જે સમગ્ર ગુજરાતમાં ગુજરાતી અને અંગ્રેજીમાં પોતાના પુસ્તકો બહાર પાડે છે. તેવામાં ભાવનગરનો સેલ્સમેન મહેશભાઈ પરમાર ત્યાં 2013થી સ્લેસમેનનું કામ કરતો હતો. ભાવિક પબ્લિકેશનનું કામ સંભાળતો હતો. જ્યારે  મહેશભાઈ જોડે 2013થી હિસાબો માંગવામાં આવ્યા ત્યારે તેને હિસાબો આપવાના ચોખ્ખી ના પાડી દીધી હતી. અને ભાવિક પબ્લિકેશન દ્વારા તેને સખત ઉધરાણી કરતા મહેશે કહી દીધુ કે તમારા પૈસા આપવામાં નહી આવે જે થાય તે કરી દેજો. તેથી ભાવિક પબ્લિકેશન દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.

(2:06 PM IST)