News of Tuesday, 11th June 2024
આકર્ષક-કલરફુલ ‘‘શૈક્ષણિક કીટ'' ભુલકાઓને સ્કુલે જવા પ્રેરે છે
વેકેશન ખુલતા જ શુટ-બુટ ટાઇમાં સજ્જ થઇ સ્કુલે જવા થનગનતા બાળકો

* શિક્ષણમાં આધુનિકતાની સાથે શૈક્ષણિક કીટમાં પણ ભારે નાવિન્યતા-આકર્ષણ જોવા મળે છે
* નાના ભુલકાઓ માટેની શૈક્ષણિક કીટ જેવી કે કલરફુલ ડીઝાઇન ચિત્રાંકનવાળી સ્કુલ બેગ વોટર બેગ, પેન્સીલ, ચેક રબ્બર, કંપાસ, ફુટપટ્ટી, પાટી, આકર્ષિત ડીઝાઇન ચિત્રાંકનવાળા પુસ્તકો તેમજ નેઇમ સ્ટીકર મેળવી બાળકો ભારે આનંદીત થાય છે
રાજકોટ તા. ૧૧:.. સમગ્ર રાજયમાં ૧૩મી જુનથી વેકેશન પુર્ણ થયા બાદ સ્કુલો ચાલુ થઇ જતા શાળાઓ આસપાસ ફરી નાના નાના ભુલકાઓ તેમજ બાળકોના કલબલાટ સંભળાવા લાગશે.
વેકેશનના કારણે સ્કુલો બંધ રહેતા સ્કુલની આજુ બાજુના રહીશો શાંતિનો અહેસાસ કરતા હતા અને સ્કુલની આસપાસ દુકાનો ધરાવતા ડ્રેસ, ચોપડા, સ્ટેશનરીના વેપારીઓ માટે હવે ધંધાની મોસમની શરૂઆત થશે. ટૂંકમાં કહીએ તો સ્કુલો ચાલુ થતા શાળાની આજુ બાજુના વિસ્તારમાં હવે ચહલ-પહલ જોવા મળશે.
સરકારશ્રી દ્વારા વધુને વધુ બાળકો શાળામાં જવા લાગે એટલા માટે રાજય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવના આયોજન થતા હોય છે.
લોઅર કેજી હાયર કેજી પુર્ણ કર્યા બાદ પહેલા ધોરણ માં શાળામાં પ્રવેશવા ભુલકાઓના ચહેરા પર શાળાએ જવા માટે ભારે ઉમળકો જોવા મળતો હોય છે.
પહેલા ધોરણમાં પ્રવેશ મેળવતા બાળકો આમ તો શાળાએ જવા માટે જરૂરી એવી શૈક્ષણીક કીટ મેળવવા ભારે તલપાપડ હોય છે. શિક્ષણમાં આવેલી આધુનિકતા સાથે સમય જતા હવે બાળકોમાં અભ્યાસ માટેની કીટ (એસેસરીઝ) માં પણ ભારે નાવિન્યતા જોવા મળે છે.
પહેલા ધોરણમાં શાળામાં પ્રવેશ મેળવતા બાળકોની શાળાએ અભ્યાસ માટે જરૂરી કીટ (એસેસરીઝ) જોઇએ તો આકર્ષક કલર સાથે ચિત્રાંકન કરેલી સ્કુલ બેગ, વોટર જગ, કલર ફુલ પેન્સીલ, ચીત્રોવાળા એક રબ્બર (ઇરેઝર) પાટી, કંપાસ, ફુટ પટ્ટી, પુસ્તકો તેમજ કલર-ડીઝાઇનયુકત નેઇમ સ્ટીકરથી બાળકો ભારે આકર્ષીત થતા હોય છે.
ખુલતા વેકેશને શાળાએ જતા પહેલા બાળકો આવી સ્કુલ માટે શૈક્ષણિક કીટ મેળવવા અને જલ્દી ચોપડા લઇ આપવા માટે વાલીઓને કાલાવેલા કરતા હોય છે. પહેલા ધોરણમાં સ્કુલ જવા, થનગનતા બાળકોને આ નાવિન્ય સભર શૈક્ષણીક કીટનું ભારે આકર્ષણ હોય છે. આવી શૈક્ષણીક કીટ જ બાળકોને સ્કુલે જવા માટે બળ પુરૂ પાડની હોય છે.
આ ઉપરાંત નવા સ્કુલ ડ્રેસ ટાઇ તેમજ બુટ-મોજામાં સજ્જ થઇને પ્રથમ દિવસે સ્કુલ જવા બાળકોમાં ભારે ઉત્સાહ થનગનાટ જોવા મળતો હોય છે.
ટૂંકમાં કહીએ તો નાના બાળકોના વાલીઓને પોતાના બાળકને લોઅર - કેજી હાયર-કેજી સુધી સ્કુલે મુકવામાં જે મુશ્કેલી પડી હોય તેવી મુશ્કેલી પહેલા ધોરણમાં બાળકોને શાળાએ મોકલવામાં હવે પડતી નથી.
આ બાબતનું મુખ્ય કારણ એ જ છે કે શિક્ષણ માટે જરૂરી એસેસરીઝ ‘કીટ' છે તેમાં નાવિન્યતા આવેલ હોય બાળકો સમજતા હોય છે કે હું પહેલા ધોરણમાં સ્કુલે જઇશ તો મને પણ મનભાવ ન આકર્ષક કલર ફુલ સ્કુલ બેગ, વોટર બેગ, કંપાસ, ઇરેઝર, આકર્ષક પાટી, ચિત્રાંકન વાળા નેઇમ સ્ટીકર-પુસ્તકો મળશે. અને તે મેળવીને સ્કુલે જવાનો આનંદ પણ અનેરો હોય છે. આવો આનંદ સ્કુલે જતા બધા બાળકોમાં જોવા મળતો હોય છે.
સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી શાળા પ્રવેશોત્સવ યોજાતો હોય ખાસ કરીને એકદમ ગરીબ અને મધ્ય વર્ગના બાળકોને પણ આઇએએસ - આઇપીએસ અધિકારીઓના હસ્તે ખુલતા વેકેશનમાં પ્રથમ દિવસે બાળકોને આકર્ષક ચોપડા-નોટબુક, વોટર જગ, સ્કુલબેગ સહિતની વસ્તુઓ ભેટ આપતા બાળકોમાં અભ્યાસ કરવામાં અને નિયમીત સ્કુલે જવાનો ઉત્સાહ બેવડાતો હોય છે.
સાથો સાથ પહેલા ધોરણમાં બાળકોને પ્રવેશ મળતા તે બાળકોનો પરિવારમાં પણ આનંદની ક્ષણો જોવા મળતી હોય છે.
વાલીઓ સ્કુલવેન-ઓટોરીક્ષાના માલીકો સાથે સતત સંપર્કમાં
બાળકોને નિયમીત સ્કુલે લેવા મુકવા માટે
રાજકોટઃ આગામી ૧૩ જૂનથી શૈક્ષણીક સત્રનો આરંભ થઇ રહયો છે. ત્યારે વાલીઓ પણ વેકેશન ખુલતા જ પોતાના બાળકોને સ્કુલે મોકલવા માટે તૈયારી કરી રહયા છે.
વાલીઓએ અત્યારથી જ સ્કુલવેન તથા ઓટોરીક્ષા માલિકો સાથે અત્યારથી જ વાતચીત કરી ભાવતાલ નકકી કરવા લાગ્યા છે. પોતાનું બાળક સલામત રીતે સ્કુલવેન અથવા ઓટોરીક્ષામાં સ્કુલ જાય અને સમયસર પરત આવે તે માટે ભારે સજાગતા પણ રાખતી હોય છે ત્યારે સ્કુલવેન અને ઓટોરીક્ષા માલિકોએ નવા વિદ્યાર્થીઓ શોધવા વાલીઓના સતત સંપર્કમાં છે. સાથો સાથ ઓટો રીક્ષાના તેમજ વેનના માકિલોએ પણ પોતાના વાહનમાં જરૂરી રીપેરીંગ તેમજ આરટીઓને લગતી કાગળની પૂતર્તતાની કામગીરી શરૂ કરી દીધી છે.
રાહતદરે ચોપડા- વિતરણથી અનેક પરિવારોને આર્થિક લાભ
સામાજીક સંસ્થા- જ્ઞાતિ મંડળો દ્વારા
રાજકોટઃ ૧૩મી જુનથી શાળાઓમાં વેકેશન ખુલી રહયું છે. ત્યારે વેકેશન દરમ્યાન રાજકોટ સોૈરાષ્ટ્રની અનેક સમાજીક સેવા કરતી સંસ્થાઓ જ્ઞાતિ મંડળો દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓ તેમજ અમુક સંસ્થાઓ દરેક જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને કોઇપણ જાતના ભેદભાવ વગર રાહતદરે ૧૦ થી ૨૦ નંગ સુધી ચોપડા વિતરણ કરે છે.
આ ચોપડા વિતરણ કરતી સંસ્થાએ વર્ષોથી આ પ્રવૃતિ ચલાવી રહી છે. જેનાથી ખાસ કરીને નબળી આર્થિક પરિસ્થિતી ધરાવતા પરિવારોને ઘણી આર્થિક રીતે રાહત મળતી હોય છે. જયારે ઘણી જ્ઞાતિની સંસ્થાએ પોતાના જ્ઞાતિના વિદ્યાર્થીઓને વિનામુલ્યે પણ રાહતદરે પાઠયપુસ્તક તેમજ ચોપડા વિતરણ કરતી હોય છે.
પુસ્તકો-સ્ટેશનરી-સ્કુલ ડ્રેસના વેપારીઓને ત્યાં દિવાળી જેવો માહોલઃ વેપારમાં તડાકો
રાજકોટઃ વેકેશનને કારણે એક માસથી નવરા બેસી આરામ ફરમાવતા પાઠય પુસ્તકો સ્ટેશનરી-સ્કુલ ડ્રેસના વેપારીઓની સીઝન ખુલતા તેમની દુકાને દિવાળી જેવો માહોલ જોવા મળે છે અને વેપારમાં તડાકો બોલી ગયો છે.
આગામી વીકથી વેકેશન ખુલી રહયું છે. ત્યારે સ્ટેશનરી તેમજ સ્કુલ ડ્રેસના વેપારીઓને ત્યાં હવે વિદ્યાર્થીઓની ઘરાકી પુર બહારમાં જોવા મળી રહી છે.
સાથોસાથ પાઠય પુસ્તકો વેચતા વેપારીઓને ત્યાં પણ નવા વર્ષના પાઠય પુસ્તકો લેવા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ તેમજ વાલીઓ ઉમટી રહયા છે.
આમ જોઇએ તો હોલસેલ સ્ટેશનરી તેમજ પાઠય પુસ્તકોના વેપારીઓએ બે મહિના અગાઉથી જ જરૂરી તમામ સ્ટોક ખરીદી રાખ્યો છે. હાલ અત્યારે સ્ટેશનરી અને પાઠય પુસ્તકો તેમજ સ્કુલ ડ્રેસ વાળાની દુકાને છુટક ગ્રાહકો ખરીદી કરી રહયા છે.
આવી જ રીતે અલગ-અલગના સ્કુલ ડ્રેસ મુજબનું કાપડ જથ્થાબંધ ખરીદીને હોલસેલ વેપારીઓ પાંચ ધોરણ લઇને ધોરણ-૧ર સુધીના વિદ્યાર્થી ભાઇ-બહેનોના માપ મુજબના કપડાની જોડી અગાઉથી જ સીવીને સ્ટોક કરી રાખ્યો છે. હવે રીટેલ દુકાનદારોને સ્કુલ ડ્રેસની સારી એવી ઘરાકી જોવા મળી રહી છે. ટુંકમાં કહીએ તો અત્યારે વેકેશન ખુલી રહયું છે. ત્યારે પાઠય પુસ્તકો સ્ટેશનરી તેમજ સ્કુલ ડ્રેસનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહયો છે.
દરેક દુકાનોમાં માલીક સહીત ૪ થી પ અથવા તેથી પણ વધુ માણસો દુકાનમાં હોવા છતા સવારથી સાંજ સુધી નવરા પડતા નથી. સવારે ૧૦ થી લઇને રાત્રીના ૧૦ વાગ્યા સુધી સતત ૧ર કલાક તમામ વેપારીઓ વેપારમાં જ વ્યસ્ત રહે છે.
ધો. ૧ થી ૮ સુધીના અભ્યાસ માટે
આ રહી જરૂરી શૈક્ષણિક કીટની યાદી
રાજકોટ : બાળક જયારે નર્સરીમાંથી પહેલા ધોરણમાં આવ્યા બાદ ધોરણ આઠ સુધી બાળકોને અભ્યાસ માટે જરૂરી એવી (કીટ) સાધન સામગ્રી સમયાંતરે બદલાતી જાય છે. અથવા નવી વસ્તુઓની જરૂરીયાત પડતી રહે છે.
આપ અભ્યાસ દરમિયાન બાળકો પાટી-પેનથી લઇ ને લેપટોપ કોમ્પયુટર સુધીની સફર માણવી પડે છે. સૌપ્રથમ બાળક ધોરણ-૧૧માં પ્રવેશ મળવે છે. ત્યારે પાટી-પેન તેમજ ૧ થી ૧૦૦ અંકની બુક ત્યારબાદ બાકી ખડીની બુક અને સમય જતા જે જેમ બાળક આગળ અભયાસ તરફ વધે છે ત્યારે પેન્સીલ ઇરેઝર (એક રબ્બર) મીણયા -વોટર કલર-બોલમેન-કંપાસ-ફુટપટૃી-ચીત્ર પોથી (ચિત્રમાં કલર પુરવા) વોટરવેગ-સ્કુલબેગ (દફતર) વિવિધ રાજયો-દેશની નકશા, કીટપેપર, ગુંદર-હાઇલાઇટર, ડબલ-સીંગલ તથા ખાનાવાળી નોટબુક, કલેકયુલેટર બાદ વિદ્યાર્થી જયારે ધો. ૧૦ -૧ર પછી કોલેજમાં આવે છે. ત્યારે કોમ્પ્યુટર તેમજ લેપટોપની પણ જરૂરીયાત રહે છે.
આમ બાળકની શૈક્ષણિક કારકિર્દીમાં આગળ વધવા આ બધી વસ્તુની જરૂરીયાત પડે છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
