News of Wednesday, 12th June 2024
માતા-પિતા માટે ચેતવણીરૂપ :રમતાં-રમતાં 7મા માળેથી નીચે પટકાતા 2 વર્ષના બાળકનું મોત: પરિવારમાં શોક
સુરતના પાલ વિસ્તારમાં 2 વર્ષનો બાળક સાતમા માળેથી નીચે પટકાતા કરૂણમોત

સુરતના પાલ વિસ્તારમાં 2 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. બાળક સાતમાં માળેથી નીચે પટકાયો હતો. જે બાદ બાળકને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. વ્હાલસોયા બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
મળતી માહિતી મુજબ સુરતના વરાછા રોડ ખાતે રહેતા નવનીતકુમાર કલસરીયા રત્નકલાકાર તરીકે કામ કરે છે. તેઓની પત્ની રેશમાબેન બાળકને લઈને પાલ સ્થિત પિયરમાં ગયા હતા. ત્યાંથી તેઓ કામ અર્થે પાલ ગૌરવપથ રોડ સ્થિત શ્રીપદ સેલિબ્રેશન ખાતે ગયા હતા. જ્યાં તેઓનો બાળક રમી રહ્યો હતો ત્યારે બાળક 7મા માળેથી નીચે પટકાયો હતો. જેમાં બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી.
આ પછી બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
