<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

એનસીસી કેમ્પ જીતનગર ખાતે ટ્રાફિક નિયમન તથા રોડ સેફટીને લગતો સેમીનાર યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં તા.૧૧/૦૬/ ૨૦૨૪ ના રોજ રાજપીપલા એન.સી.સી. કેમ્પ જીતનગર ખાતે 3-Guj.બટાલીયન N.C.C. ફતેગંજ વડોદરાના- ૫૦૯ કેડેટ્સ (ગર્લ્સ&બોય્સ) તાલિમાર્થીઓ માટે ટ્રાફિક નિયમન તથા રોડ સેફટી લગત સેમીનાર રાખવામાં આવેલ,જેમા 3-Guj.બટાલીયન N.C.C. ફતેગંજ વડોદરાના દેવેન્દરસીંગ કર્નલ ક્માન્ડીંગ ઓફિસર (C.O), સુબેદાર વિશ્રામસીંગ તથા આર્મી સ્ટાફના કુલ- ૨૦ જવાનો અને જીલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફના જવાનો હાજર રહ્યા હતા.
આ સેમિનાર માં જીલ્લા ટ્રાફિક પો.સ.ઇ.એસ.એસ. મિશ્રા નાઓએ એન.સી.સી. કેડેટ્સના જવાનોને ટ્રાફિક નિયમન તેમજ મોટર સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું, ચાલુ વાહને મોબાઇલ ફોનનો ઉપયોગ નહી કરવો તેમજ કાર કે અન્ય કોઇ ફોર વ્હીલર વાહન ચલાવતી વખતે શીટ બેલ્ટ અવશ્ય બાંધવો અને રોંગ સાઇડમાં વાહન ચલાવવું નહી તેમજ ઓવર સ્પીડમાં ડ્રાઇવીંગ નહી કરવા તેમજ ડ્રાઇવીંગ લાયસન્સની જરૂરીયાત અને ડ્રાઇવીંગ લાયસન્સ કેવી રીતે મેળવી શકાય? તે બાબતેનું જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી એન.સી.સી. કેડેટ્સ સાથે ટ્રાફિકના નિયમો તેમજ પોલીસ તપાસ બાબતે ચર્ચા વિચારણા કરી ટ્રાફિક નિયમોના પાલન માટે હંમેશા બીજા લોકોને પણ જાગૃત કરવા તે રીતેની સમજ આપી પોતાની અમૂલ્ય જીદંગી બચાવવા તમામને અપીલ કરી હતી. આમ નર્મદા જીલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતા પાસે ટ્રાફિકના નિયમોનું સુચારૂ સ્વરૂપે પાલન કરાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે

(10:30 PM IST)