<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

રાજપીપળા સહિતના અનેક પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવનાર જાબાજ પોલીસ અધિકારી કલ્પેશ પાટીલ

અનેક ઉતાર ચઢાવ અને સેવાકાર્યો સાથે હજુપણ પોલીસ ખાતામાં ફરજ બજાવતા આ અધિકારીને અનેક સન્માન મળ્યા છે:શરૂઆત નર્મદા એલસીબી,સર્વેલેન્સ,એસપી ઓફિસ, ડીસ્ટાફ, વિજિલન્સ, ડીજીપી ઓફિસ, HQ ,cid ઇન્ટેલિજન્સ જેવી મહત્વની જગ્યા ઉપર ખંતપૂર્વક ફરજ બજાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:આજથી 25 વર્ષ પહેલા 18 વર્ષની ઉંમરમાં પોતાને સાબિત કરવાની તક મળી એ તક એટલે પોલીસ ઓપન ભરતી 1998 સવારે સાડા ત્રણ વાગે ઉઠી માતા-પિતાના તથા પરિવારના સભ્યોના આશીર્વાદ લઈ એકલો જ ફોર્મ લેવા પ્રતાપનગર પોલીસ ગ્રાઉન્ડમાં ગયો, 700 કેન્ડિડેટની ભરતી અને 1 લાખ 25000 થી વધુ ઉમેદવાર પહેલા જ દિવસે ઉમેદવારીનું ફોર્મ લેવા લાઈનમાં ઊભા રહેતા પ્રતાપનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડની દીવાલ તૂટતા મારી આંખ સામે બે ઉમેદવારના મૃત્યુ થયા, ફોર્મ વિતરણ બંધ કરવામાં આવ્યું ત્યારબાદ બંદોબસ્ત રાખી ફોર્મ આપવામાં આવ્યા ભરતી પ્રક્રિયા નવ મહિના સુધી ચાલી તે સવા લાખ ઉમેદવારમાં ગ્રાઉન્ડ રિટર્ન અને પર્સનલ ઇન્ટરવ્યૂમાં 80 માર્ક્સમાંથી 77 માર્ક લાવી 21 મા રેન્કથી પાસ થયો પોલીસ ડિપાર્ટમેન્ટ જોઈન કર્યું વડોદરામાં જન્મેલો એટલે વડોદરામાં જ નોકરી કરવાની ઈચ્છા પરંતુ તેમનું કર્મ ક્યાંક જુદી જગ્યાએ લખેલું ત્યારે જ રાજ્યમાં નવા જિલ્લા બનતા નર્મદા જિલ્લામાં ફાળવણી કરવામાં આવી એ છે પોલીસ અધિકારી કલ્પેશ પાટીલ કે જેઓ એ રાજપીપલાથી પોતાની પોલીસ ફરજ ની શરૂઆત કરી ત્યારબાદ અમદાવાદ અને જુનાગઢ સોરઠ ચોકી સખત ટ્રેનિંગ મેળવી પહેલા નર્મદા એલસીબી,સર્વેલેન્સ, એસપી ઓફિસ,ડીસ્ટાફ, વિજિલન્સ, ડીજીપી ઓફિસ , HQ , cid ઇન્ટેલિજન્સ જેવી મહત્વની જગ્યા ઉપર ખંતપૂર્વક ફરજ બજાવી હત્યા ,બળાત્કાર અપહરણ, લૂંટ ,ચોરી, દારૂ, જુગારના આરોપી પકડી ઉપરી અધિકારી પાસેથી સન્માન અને પ્રોત્સાહન ઇનામ મેળવ્યા તેમજ ફરજ દરમિયાન અભ્યાસ કરી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી, આ 25 વર્ષમાં ગુજરાતના દરેક ગામડા અને ભારત દેશના રાજ્યોમાં તપાસો કરી ગુનેગારોને જેલ ભેગા કર્યા ભૂકંપ ગોધરાકાંડ પુર આફતો અને કેટલીક મહામારીઓમાં માનવ સેવાઓ કરી આ 25 વર્ષમાં જીવનમાં ઘણા ઉતાર ચડાવવો જોયા તો ક્યારેક ગુનેગારો દ્વારા કરવામાં આવેલ કાવતરા નો ભોગ પણ બન્યો પરંતુ જીવનમાં એક કહેવત હંમેશા યાદ રાખી કે સત્ય વિચલિત થઈ શકે છે પરાજિત નહીં હું ભગવાનનો હંમેશા રૂણી રહીશ કે તેને મને આટલી સારી માનવ સેવા કરવાની નોકરી આપી સંસ્કારી પત્ની અને સુંદર બાળકો આપ્યા મારા પરિવાર સમાજ અને મિત્રોને આનંદ કરાવી શક્યો હજુ પણ નોકરી ઘણા વર્ષો બાકી છે ભગવાન આ રીતે જ મારા હાથે સત્કાર્ય કરાવતા રહે અને ગુનેગારો સામે લડવા શક્તિ આપે ભૂલા પડેલા ને ઘરે મોકલુ સમાજના નબળા લોકોની રક્ષા કરું સમાજને સેવા સુરક્ષા અને સન્માન અપાવું અને દેશના તમામ ગુનેગારોને પકડીને જેલ ભેગા કરું તેવી મારી અંતરની ઈચ્છા છે મને મારી પોલીસ ખાતાની નોકરી પર ગર્વ છે એક ડોક્ટર ફક્ત શરીરના રોગ દૂર કરે છે પરંતુ એક પોલીસ સમાજનો રોગ એટલે કે ગુનેગારને માનવ સમાજથી દૂર કરે છે.

(10:35 PM IST)