News of Thursday, 13th June 2024
વલસાડ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટોઃ ર થી પ મીમી વરસાદ નોંધાયો
ભાગડાવડા, ભાગડાખુદ, કોસંબા, ગુંદલાવ, પારનેરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ

વલસાડઃ જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભાગડાવડા, ભાગડાખુદ, કોસંબા, ગુંદલાવ, પારનેરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં અવિરત મેઘ મહેર થઇ રહી છે. વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો છે. વલસાડના પારડીમાં પ મીમી, ઉમરગામમાં પ મીમી તથા વાપીમાં ર મીમી વરસાદ નોંધાયો છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
