<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

જામનગર રોડ હોટેલમાં ધમાલઃ ડે. મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા (ટીકુભા) અને અને સન્‍નીપાજી વચ્‍ચે ઝપાઝપીઃ હોટેલમાં તોડફોડઃ ઘરમેળે સમાધાન : ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજાને આંગળીમાં ઇજાઃ અમદાવાદમાં શસ્ત્ર ક્રિયાઃ શહેરભરમાં ચકચાર :સન્‍નીપાજી ઉર્ફ અમનવીરસિંઘે પોલીસમાં નિવેદન લખાવ્‍યું-ત્રણ જણા જમવા આવ્‍યા હોઇ તેનું બીલ નહિ લેવા વિજય ગઢવીનો ફોન આવેલોઃ પણ બીલ લેવાઇ ગયુ હતું: પછી નરેન્‍દ્રસિંહ જાડેજા-ટીકુભાએ ફોન કરી કહેલુ કે-હું તારી હોટલે આવુ છુ, હોટલ બંધ કરાવવી છેઃ પછી નરેન્‍દ્રસિંહ, રવિરાજસિંહ સહિતનાએ આવી ઝઘડો કર્યોઃ ઝપાઝપી થઇ, ઢીકાપાટુ માર્યાઃ ૧૦૦ નંબરમાં કોઇએ જાણ કરતાં ગાડી આવતાં હું પોલીસ સ્‍ટેશને આવ્‍યોઃ સામેવાળા મારા મિત્ર હોઇ સમાધાનની વાત થઇ ગઇ છે, કોઇ ફરિયાદ કરવી નથીઃ મને મિત્ર લેવા આવતા હોઇ મરજીથી પોલીસ સ્‍ટેશને રોકાયો છું : શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પણ ઘટનામાં કોઈ મોટો ઇસ્‍યુ નહીં હોવાનું અને માત્ર આંગળીમાં ઇજા હોઈ અમદાવાદ લઈ ગયાનું જણાવ્‍યું: નરેન્‍દ્રસિંહના પરિવારજનોએ પણ મોટી ઘટના નહિ હોવાનું જણાવેલ છે3:04 PM IST

ઈરાનના સુપ્રીમ લીડર અલી ખમેની કોમામાં: ઈઝરાયેલ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે : ઈરાનના સુપ્રીમ લીડર અલી ખમેની કોમામાં છે. ઈઝરાયેલ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. : ઈરાન ઈન્ટરનેશનલને ટાંકીને ઈઝરાયેલી મીડિયા આઉટલેટ 'વાઈનેટ ન્યૂઝ' જણાવે છે કે "ખામેનીના પુત્ર, મોજતબા ખામેનીને, એક ગુપ્ત બેઠક દરમિયાન અલી ખમેનીના અનુગામી તરીકે પસંદ કરવામાં આવ્યા છે": ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના ઓક્ટોબરના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે અલી ખામેની "ગંભીર રીતે બીમાર" છે. : થોડા દિવસો પહેલા જ અલી ખમેનીએ પીએમ મોદીને ભારતના હિંદુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું હતું તેઓ સોશિયલ મીડિયા એક્સ ઉપર પ્રસિદ્ધ થયું છે9:37 AM IST

અંદાજે ૬ કરોડથી વધુ વસ્તી ધરાવતા ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ : ગુજરાતમાં અંદાજિત ૧.૭૧ કરોડ સભાસદો સાથે ૮૯ હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત: ક્રેડિટ ફેસીલીટી અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે ૪૮ લાખ કરતા વધુ ખેડૂતોને સરકાર દ્વારા કુલ રૂ. ૩,૦૫૬ કરોડની વ્યાજ સહાય ચૂકવાઈ: વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ દરમિયાન ૫૫૯ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે રૂ. ૧૫ કરોડની સહાય: સહકારી મંડળીઓમાં નફામાંથી સભાસદોને મળતું ડિવિડન્ડ ૧૫ ટકાથી વધારી ૨૦ ટકા સુધી કરાયું:કિસાન કલ્પવૃક્ષ યોજના" થકી વિવિધ બજાર સમિતિઓમાં ઓક્શન શેડ, વે-બ્રિજ, ખેડૂત પ્રદર્શન કેન્દ્ર, સી.સી. રોડ, કમ્પાઉન્ડ વોલ, શોપ કમ ગોડાઉન વગેરે માટે અપાય છે સહાય11:32 AM IST