<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

અમદાવાદમાં ફાયર NOC વગર ચાલતી હોસ્પિટલ પર કાર્યવાહી

ઈમારતોનું ઈન્સ્પેક્શન કરીને સીલ કરવામાં આવી :ફાયર NOC વગર ચાલતી ૩૯ જેટલી હોસ્પિટલ સીલ

અમદાવાદ , તા.૧૩

રાજકોટમાં ગેમિંગ ઝોનની દુર્ઘટના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ સફાળું જાગ્યું છે અને તેમના દ્વારા ફાયર એનઓસી-બિલ્ડિંગ યુઝ (બીયુ) પરમિશન વિનાની બિલ્ડિંગો સીલ કરવાની કામગીરી શરૃ કરી દેવાઇ છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્સ્પેક્શનની કામગીરીમાં છેલ્લા બે સપ્તાહથી પ્રાણ રેડાયા છે.

૨૯ મે થી ૧૦ જૂન દરમિયાન સ્કૂલ-કોલેજ, હોસ્પિટલ, મલ્ટિપ્લેક્સ એમ કુલ ૧૫૦૨ ઈમારતોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી ૧૯૫ને નોટિસ અપાઈ હતી. ૧૬૫ પાસે ફાયર એનઓસી જ્યારે ૩૦ પાસે બીયુ પરમિશન જ નહીં હોવાથી તેને સીલ કરવામાં આવી હતી.

કુલ ૯૦૯ હોસ્પિટલોમાં ચેકિંગ બાદ ૩૯ને સીલ કરાઈ હતી અને ૧૦ પાસે બીયુ પરમિશન જ નહોતું. ૫૩માંથી ૬ શોપિંગ મોલ, ૨૮ માંથી ૬ મલ્ટિપ્લેક્સ, મિની પ્લેક્સ પાસે ફાયર એનઓસી જ નહીં હોવાથી તેમને સીલ કરવામાં આવ્યા હતા

(7:30 PM IST)